Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

જાણો વડોદરાના ‘દિવ્યાંગ’ વિદ્યાર્થી અભિષેક કાનાણી એ કેવી રીતે CA ઈન્ટરની પરીક્ષા પાસ કરી

વડોદરા, તા.30. જાન્યુઆરી 2018 મંગળવાર હું ‘અપંગ’ હતો એનુ દુઃખ ન હતુ પણ સમાજની અપંગ માનસિક્તા મને ડગલેને પગલે દુઃખી કરતી હતી. પછી એક સમય એવો આવ્યો કે સમાજના દરેક અપમાનનો બદલો મારી તાકાત સાબિત કરીને આપવાનો નિર્ણય કર્યો અને પછી અત્યાર સુધીમાં થયેલ મારા અપમાનના દરેક ઘૂંટ સફળતાનું અમૃત સાબિત થયા’ આ હિમ્મતવાન અને […]

ભારતીય મૂળના ડ્રિમર પાર્થિવ પટેલે યુએસમાં રચ્યો ઇતિહાસ, વકીલ તરીકે તરીકે લીધી એન્ટ્રી

ન્યૂજર્સીઃ એક તરફ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે તત્પર છે તો બીજી તરફ ભારતીય મૂળના એટર્ની પાર્થિવ પટેલે ઇતિહાસ રચ્યો છે. તેઓ એવા પહેલા ડ્રિમર છે જેને ન્યૂજર્સી બાર એસોસિએશને વકીલ તરીકેની માન્યતા આપી છે. પટેલને ન્યૂજર્સીના એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલ, કે જેઓ પોતે જ આ સ્ટેટમાં વકીલ તરીકેનો હોદ્દો સંભાળનારા […]

ગુજરાતનાં આ ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે. આ એ જ ગામ છે જ્યાં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે. […]

1000 રૂપિયા લઇને યુએસ ગયા હતા, આજે આ બે પટેલની છે 13000 કરોડની કંપની

અમેરિકામાં અનેક ગુજરાતીઓ બિઝનેસમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. માત્ર થોડાક રૂપિયા લઇને અમેરિકા ગયેલા ગુજરાતીઓ આજે કરોડો ડોલરમાં આળોટી રહ્યા છે. આવા જ બે ગુજરાતી ભાઇઓ છે ચિરાગ અને ચિન્ટુ પટેલ. ચિરાગ અને ચિન્ટુ પટેલની કંપની એમ્નિલ ફાર્માસ્યૂટિકલ્સ અમેરિકામાં પાંચમા ક્રમની સૌથી મોટી જેનેરિક દવાઓ બનાવતી કંપની છે. જેનું કુલ ટર્નઓવર 2 બિલિયન ડોલર […]

આધુનિક સવલતોથી સજ્જ ગુજરાતનું આ ગામ, જાણો શું છે ખાસ

ધ્રોલ તાલુકાનું મોટાવાગુદડ ગામ વિકાસની હરણફાળ સાથે છેલ્લા ચારેક વર્ષથી એક આદર્શગામ તરીકે ઊભરી રહ્યું છે. ૨૧૦૦ની વસતી ધરાવતા ગામમાં બાળકોથી માંડી વૃધ્ધો સુધીનાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ પ્રયાસ કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ચારેક કરોડનાં વિકાસ કાર્યો ગામનાં જાગૃત મહિલા સરપંચની આગેવાનીમાં થયા છે. સમગ્ર ગ્રામજનો સાથે મળી ઉત્સવોની […]

આ રીતે શાંતિલાલ પટેલ માંથી બન્યા પ્રમુખ સ્વામી મહારાજ

પ્રસ્તુત છે પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા. પ્રમુખસ્વામી ‘બાપા’ની જીવનઝરમર – પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. – પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. – માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો […]

ગુજરાતના આ ખેડૂતે કરી લાખોની કમાણી, જાણો શેની કરે છે ખેતી ?

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સરહદી વિસ્તાર થરાદના બુઢનપુર ગામનો ખેડૂતએ નવ વર્ષ પહેલાં પારંપારિક ખેતી છોડી દાડમ, જામફળ, એપ્પલ બોર અને ખારેકની ખેતી કરી છે. આ ખેડૂત બાગાયતી પાકોની એક વાર ખેતી દર વર્ષે રૂ. 30 લાખથી વધારેના ખણખણીયા ગણી રહ્યો છે. બનાસકાંઠા સરહદી વિસ્તારના ખેડૂતો […]

આ પટેલે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા નામથી શરૂ કર્યુ રેસ્ટોરન્ટ, NRI પણ છે દિવાના…

અમદાવાદઃ પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ શા માટે ના પાડે. અમદાવાદમાં જ આવી એક જગ્યા છે જ્યાં તમને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની સાથે વાતાવરણ પણ એવું જ મળશે જેની તમે આશા રાખતા હશો. આ થીમ બેઝ રેસ્ટોરન્ટનું […]

આ અમદાવાદી પટેલ બિઝનેસમેને 8 લાખની ફાર્મા કંપનીને બનાવી 588 કરોડની..

જીવનમાં કોઇ કામ નાણાંને ધ્યાનમાં રાખીને ન કરો, જે કામ કરો તેમાં તમને સંતોષ મળવો જોઇએ. કામ પ્રત્યે લગન (passion) હશે તો જ જીવનમાં સફળ થવાશે. આ શબ્દો છે દેશની ટોચની 50 ફાર્મા કંપનીઓમાં જેનો સમાવેશ થાય છે તેવી અમદાવાદની કંપની ટ્રોઇકા ફાર્માના સીએમડી કેતન પટેલના. 1984માં માત્ર 8 લાખ રૂપિયાની મામૂલી રકમથી શરૂ થયેલી […]

4 હજારની નોકરી કરતો’તો ચરોતરી પટેલ, પોતના દમ પર ફેલાવ્યું કરોડોનું સામ્રાજ્ય

બિઝનેસ ગુજરાતીના લોહીમાં હોવાનું પૂરવાર કરતા અનેક ગુજરાતી બિઝનેસમેન આપણી નજર સમક્ષ છે. ઘણા ગુજરાતીઓ અધવચ્ચે અભ્યાસ છોડીને પોતાની મહેનત અને સૂઝબૂઝથી આજે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યાં છે. તેવા જ એક બિઝનેસમેન છે મુંબઈની ફેમસ જ્વેલરી આઉટલેટ ચેન ‘સુવર્ણસ્પર્શ’ના સીએમડી વિમલ પટેલ. 100 કરોડના બિઝનેસ ક્લબમાં સામેલ ‘સુવર્ણસ્પર્શ’ કંપનીને સફળતા સુધી પહોંચાડવા વિમલ પટેલે […]