Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

આ છે પટેલ પાવર : 70 વર્ષમાં કબજે કરી USની આખી મોટેલ ઇન્ડસ્ટ્રી

તમે અમેરિકામાં હાઇવે પર લગભગ કોઇપણ મોટેલ પર ઉભા રહો અને જો તમને ગુજરાતીમાં આવકારો ના મળે તો કહેજો. લગભગ એ મોટેલની માલિકી અમેરિકામાં વસેલા કોઇ ગુજરાતી પરિવારની જ હશે. જો ક્યાંય ગુજરાતી ના મળે તો ભારતના તો મળી જ જાય. એક અંદાજ મુજબ, અમેરિકાની કુલ મોટેલ્સના અડધોઅડધ મોટેલ ભારતીયોની માલિકીના છે. એમાં પણ આગળ […]

સફળતાની મિશાલ છે આ પટેલ ભાઈઓ, યુકેમાં ઉભું કર્યું 5500 કરોડનું એમ્પાયર

દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ હંમેશા પોતાની સફળતાના કારણે ચર્ચામાં રહ્યાં છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે કેન્યામાં જન્મેલા એવા બે પટેલ ભાઈઓની જેઓને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે તેઓ યુકેના ધનવાન એશીયનની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. ગરીબ પટેલ પરિવારમાં જન્મેલા વિજય પટેલ અને તેમના મોટાભાઈ ભીખુ પટેલના […]

આ પટેલ બેન પકડે છે મહાકાય અજગર અને સાપ, સોંપી દે છે વનવિભાગને

બાળકોથી માંડીને વૃદ્ધો સાપ કે જીવ-જતુંને જોતા તરત જ ડરી જાય છે. તેઓના પગો પણ થંભી જાય છે. આવી જ હાલત વાપીની એક દિકરીની હતી. જેેને અળસિયા અને જીવ-જંતુથી બહુ ડર લાગતો હતો, પરંતુ પતિની પ્રેરણાંથી અાખરે ડરને માત આપી આ મહિલાએ છેલ્લા 8 વર્ષમાં કુલ 5 હજારથી વધુ ઝેરી અને બિન ઝેરી સાપોને ઝડપી […]

વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો.

રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારુ સંતાન મારા નામે નહી પણ હું મારા સંતાનના નામે ઓળખાવ. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપના જોતી […]

નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ- આ પટેલ યુવતી બની 10000 પરિવારનો ‘આધાર’

સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ) નામની સંસ્થા તળે વિચરતી જાતિ માટે અનેક સેવાકીય પ્રવૃતિ કરતી મિત્તલ પટેલ સામે આજે ભલભલા ડફેરે પણ હથિયાર હેઠા મુકી સારી […]

ગુજરાતની આ બહેનો બની વેપારી: વર્ષે 4 કરોડનું ટર્નઓવર

વિસનગર: મહેસાણા જિલ્લાનું બાસણા ગામ સ્ત્રીઓનાં સામાજિક અને આર્થિક સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ છે. અંદાજે 4500ની જન સંખ્યા ધરાવતા આ ગામમાં દરેક ઘેર ગાયો કે ભેંસો છે. જેનો વહીવટ મહિલાઓ જ કરે છે. આથી 13 વર્ષ અગાઉ ગામની મહિલાઓએ મહિલાઓ દ્વારા જ સંચાલિત સ્વતંત્ર દૂધ મંડળી ઊભી કરવાનો વિચાર કર્યો. બે વર્ષની મહેનત બાદ ગામમાં […]

“એક સ્ત્રીને શું જોઈતું હોય છે?” – આજના પુરુષો અચૂક વાંચજો !!!

રાજા હર્ષવર્ધન યુધ્ધમાં હારી ગયો. તેને હાથકડીઓ પહેરાવીને પાડોશી રાજાની સામે હાજર કરવામાં આવ્યો. પાડોશી દેશનો રાજા પોતાની જીતથી ખુશ હતો એટલે તે રાજાએ હર્ષવર્ધનની સામે એક પ્રસ્તાવ રાખ્યો.. “જો તું એક પ્રશ્નનો ઉત્તર મને લાવીને આપીશ તો અમે તારું રાજ્ય પાછું આપી દઈશું, તે સિવાય ઉમ્ર કેદ માટે તૈયાર રહેજે….પ્રશ્ન છે….. એક સ્ત્રીને ખરેખર […]

ખેડૂતોની કમાલ, છોડના વેસ્ટમાંથી મેળવે છે એકરે 40 હજારની આવક

વડોદરાઃ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આશરે 66,309 હેક્ટરમાં કેળની ખેતી થાય છે. કેળાના(ઝાડ) છોડના ઉપયોગ જાણતા નથી. કેળા કરતાં પણ કેળના છોડના થડ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. હવે ખેડૂતોના ખેતરમાંથી હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન અને મણીનાગેશ્વર આશ્રમ-વાડીયા દ્વારા કેળના થડ દીઠ ખેડૂતોને 10 રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ ખેડૂતોને કેળના (થડ) કચરામાંથી એકરે 30થી […]

ગુજરાતની આ સ્કુલમાં શિક્ષકોએ સર્જયું સ્વર્ગ, બાળકોને શાળાએ આવવા લલચાવે છે

હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં બાળકો માટે કીચન ગાર્ડન, રોઝ ગાર્ડન, હેંગીંગ ગાર્ડન, આૈષધી બાગ, પ્રવેશદ્વાર પાસે સરસ્વતી મંદિર, શાળાના નોનયૂઝ રૂમમાંથી બનાવેલું કલામંદિર જેની છત પર બ્રહ્માંડ, સૂર્યમંડળ, સપ્તર્ષિ, શર્મિષ્ઠા તારાજૂથ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચિત્રો અંકિત કરાયા છે. જે બાળકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. તો બાળકોમાં બચત અને પ્રમાણિકતાના […]

એક સમયે ટેક્સી ચલાવી, માંસ પણ વેચ્યું, આજે 5300 કરોડના માલિક છે આ પટેલ

શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓ આપણી સામે છે. પણ ચડતીમાંથી પડતી અને પડતીમાંથી ફરી ચડતી પર આવ્યા હોય એવા જૂજ વ્યક્તિઓ છે. એમાંના એક એટલે સુધીર રૂપારેલીયા. – ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું. – યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો, નાની […]