Browsing tag

જ્ઞાતિરત્નો

એક સમયે માતા સાથે છાણા થાપનારા તોગડિયા છે કેન્સર સર્જન, પિતા હતા ખેડૂત

હાલ વીએચપીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેની સામે ખુલી રહેલા જુના પોલીસ કેસિસને લઈ ચર્ચામાં છે. તોગડિયાના હિન્દુત્વ વાદી વિચારો અને કાર્યોથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે સૌરાષ્ટ્રમાં એક સમયે માતા સાથે છાણા થાપનારા બાળકથી લઈ […]

શૂન્ય માંથી સર્જન કરનાર નિરમાના ચેરમેન કરસનભાઈ પટેલની સફળતા ની કહાની

અમદાવાદને ભારતનું ડિટર્જન્ટ કેપિટલ બનાવનારા અને ગુજરાતને ભારતમાં સફેદીમાં ચમકાવનારા નિરમાના સ્થાપક કરસન ભાઈ પટેલ. કરસન ભાઈ પટેલનો જન્મ આમતો અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. અને તેઓ ગુજરાત સરકારના ખનીજ વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારી પણ રહીં ચુક્યા છે. જુની હિન્દી ફિલ્મોના શોખીન કરસનભાઈ પટેલ સાઇઠના દાયકામાં એક સરકારી કચેરીમાં કર્મચારી હતા. અને બસ એ વખતે […]

બે પુત્રીના પિતા પરેશ ધાનાણી છે સામાન્ય ખેડૂત: અમરેલીમાં ફરે છે એક્ટિવા પર, જાણો વિગત

અમરેલી: પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરશે ધાનાણીએ 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. તેમની સામે કુલ ચાર જેટલા કેસ પણ નોંધાયેલા છે. પરેશ ધાનાણીના […]

આ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માંની ભક્તિ કરવા ખોડલધામને 11,11,11,111 ₹ નું દાન કર્યું હતું

ખોડલધામ ખાતે ખોડીયાર માતાના નવનર્મિત મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવાયો હતો. મંદિરના નિર્માણ માટે એક 9 પાસ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માની ભક્તિ કરવા માટે 9 અંકની રકમ એવા રૂ. 11,11,11,111નું દાન કર્યું હતું. તેઓ ખોડલધામના મુખ્ય દાતા છે તેમજ ત્યાં થયેલા 1008 કુંડી યજ્ઞના મુખ્ય યજમાન પણ હતા. કોણ છે માતૃભક્ત પટેલ 52 […]

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા,જેમના હાથમાં રાજસત્તાના તમામ સુત્રો હોય તે આવી ચળવળમાં શા માટે જોડાય!? તે પ્રજાની સ્વતંત્રતા […]

નિલકંઠધામ બનાવનાર અને લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા ધર્મવલ્લભદાસજી સ્વામિ જેણે 14 વર્ષથી નથી લીધું અન્ન

વરસવું એ માત્ર મેઘરાજાનો જ ઈજારો નથી માણસ પણ વરસી શકે અને સમાજ પર એટલો વરસે કે એ સંતની છબી હ્રદય મંદિરમાં અંકિત થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને સેવાની સાથે શ્રધ્ધાના કામ કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ ગુરૂકુળની પરંપરાને વહન કરી રહ્યાં છે. જે ગુરૂકુળ(રાજકોટ)માં ભણ્યા ત્યાંથી જ દીક્ષાગ્રહણ કરીને ભણવાન સ્વામિનારાયણની પરંપરાના વાહક બન્યા. ગુરૂકુળમાં […]

આજે ક્યાં ઉદ્યોગપતિ નો બર્થ ડે છે? જાણો અહીં ક્લિક કરીને 

સુરતઃ હસમુખા સ્વભાવ અને એનર્જીથી સભર મુકેશભાઈ સમાજનું હિત જે તરફ દેખાય ત્યાં પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર સામી છાતિએ લડી લેવામાં જાણીતા છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાં થયો જન્મ સૌરાષ્ટ્રના પરવડી ગામમાં મનજીભાઈ પટેલને ત્યાં નવમી જાન્યુઆરી 1970માં જન્મેલા મુકેશભાઈ પરિવારમાં સૌથી મોટા છે. મુકેશભાઈના જન્મ બાદ મનજીભાઈ તેમના પરિવાર સાથે પાલિતાણા નજીકના નાની માળ ગામેથી […]

પટેલ બિઝનેસમેને ₹.400થી શરૂ કરેલા ધંધાને પહોંચાડ્યો 8 હજાર કરોડે

શૂન્યમાંથી સર્જન કરવું આ સ્પર્ધાત્મક યુગમાં સામા પાણીએ તરવા જેવું છે. તેમાંય વળી પરિવારનું એક પણ સભ્ય ન હોય તેવા ફિલ્મમાં મોખારાના સ્થાને પહોંચવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ કોઠાસૂઝ, ઘગશ અને મુલ્યોના જોરે હીરાના ચળકાટમાં જાતને ઘસીને આકાશને આંબતી ઉંચાઈએ એસઆરકે ડાયમંડ કંપની પહોંચી છે. જેથી કંપનીમાં દરેક જગ્યાએ ગોવિંદભાઈ ધોળકીયાએ […]

આકરી મહેનત થકી નાની ઉંમરે યુવાઓનાં યુથ આઇકોન બન્યાં બટુકભાઇ મોવલીયા

નામ: બટુકભાઈ ફૂલાભાઈ મોવલીયા જન્મ તારીખ: 04 ફેબ્રુઆરી 1979 ગામ: ચારણ સમઢિયાળા, તા. જેતપુર, જીલ્લો: રાજકોટ… સંસ્થા: પ્રમુખશ્રી : ભોજલધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત. ટ્રસ્ટીશ્રી: સૌરાષ્ટ્ર પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ. ટ્રસ્ટીશ્રી: પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દૈવભુર્મી દ્વારકા. ટ્રસ્ટીશ્રી: પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાથદ્વારા. સામાજિક ક્ષેત્રે: સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના ગામ ચારણ સમઢિયાળામાં જન્મેલા […]

આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇ ગોટી જેવા લોકો પણ હયાત છે

વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામમાં આર્થિક રીતે અત્યંત ગરીબ પરીવારમાં જન્મેલા કેશુભાઇ હરીભાઇ ગોટીના અનોખા સેવા યજ્ઞની વાત કરવી છે. બાળપણમાં ખૂબ ગરીબાઇ જોઇ. સવારે જમવાનું બનાવવા માટે ઘરમાં લોટ પણ ના હોય અને છોકરાઓને શું ખવડવીશ એવી પીડા સાથે માને રડતી પણ કેશુભાઇએ જોઇ છે. માત્ર 3 ચોપડી ભણેલા કેશુભાઇએ 1972માં હિરા ઘસવાનું ચાલુ કર્યુ […]