અંતિમયાત્રામાં ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?
માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતીક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી તે ગૃહ્યાગ્નિને માટલીમાં મૂકી સ્મશાનમાં લઈ જતા અને તેનાથી મૃતદેહને અગ્નિદાહ આપતા. દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો, ‘રામ બોલો ભાઈ […]