આપણા દેશમાં રેલેવ સ્ટેશનો પર પ્લાસ્ટિકની નકામી બોટલોની કોઈ કમી નથી. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો જુગાડ શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલવેએ આમ કરવાનો સફળ પ્રયોગ બિહાર અને પટનાના રેલવે સ્ટેશન પર કરી લીધો છે. હવે દેશના 2250 રેલવે સ્ટેશન આવા મશીનો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. રેલવે બોર્ડ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્મિતા વત્સ શર્માએ કહ્યું કે, રેલવે સફર દરમિયાન પ્રવાસીઓ રોજની 16 લાખ પાણીની બોટલનો ઉપયોગ કરે છે.
રોજ બનશે 58 હજાર ટીશર્ટ
આ પ્રયોગ હેઠળ દરેક રેલવે સ્ટેશન પર 300 બોટલ રોજ ક્રશ કરવામાં આવશે, જે મુજબ 2250 રેલવે સ્ટેશનો પર રોજ 7 લાખ બોટલ ક્રશ થશે. આ બોટલમાંથી આશરે 58 હજાર ટીશર્ટ બનાવાવમાં આવશે. પૂર્વ મધ્ય રેલવે અધિકારી રાજેશ કુમારે કહ્યું કે, પટના, રાજેન્દ્રનગર અને દાનાપુરમાં ક્રશ મશીન લગાવી દીધું છે. પટના શહેરમાંથી રોજ આશરે 300 બોટલ ક્રશ મશીનમાં નાખવામાં આવે છે.
12 બોટલમાંથી બને છે 1 ટીશર્ટ
બોટલને ક્રશ કરીને ટીશર્ટ બનાવનારી સ્ટાર્ટઅપ કંપની બાયોક્રશના સીઈઓ અજય મિશ્રાએ કહ્યું કે, વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી બનવવામાં આવતી ટીશર્ટ સામાન્ય ટીશર્ટ કરતાં વધારે મજબૂત હોય છે. એક ટીશર્ટ તૈયાર કરવામાં આશરે 12 નકામી બોટલની જરૂર પડે છે.
પ્લાસ્ટિકમાંથી બનાવેલા ટી-શર્ટ બધા સીઝનમાં પહેરવા યોગ્ય રહેશે. આ પ્લાસ્ટિકની બોટલોથી બનેલા ટી-શર્ટ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. રાંચીમાં ટી-શર્ટનું એક એવું જ પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું. બોટલને ક્રશ કરીને ટીશર્ટ બનાવનારી કંપની બાયોક્રિટના સીઈઓ અજય મિશ્રાના કહેવા પ્રમાણે, તેમાંથી બનાવેલો ટી-શર્ટ સામાન્ય ટી-શર્ટ કરતા વધારે ટકાઉ છે
પર્યાવરણની જાળવણી માટે રેલ્વેએ એક અનોખું પગલું ભર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.