સામાન્ય લાગતી આ તકલીફો હોઈ શકે છે લો બ્લડપ્રેશરના લક્ષણ, તમને થાય તો તરત જ કરજો આ ઘરેલૂ ઉપાય

ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે. જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.

લો બીપીના લક્ષણો

ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે, ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે. જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.

ઉપાયો

વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય.

લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભૂખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નોર્મલ થઈ જાય છે.

ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.

અજમો, સંચળ, સૂંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો