દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ એની છાલ પણ ઓછી લાભકારી નથી. દાડમની છાલ સ્વાથ્ય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ માટે કારગર છે. જાણો એના ફાયદા.
સ્કિન માટે
જો દાડમની છાલમાં સન બ્લોકીંગ એજન્ટ હોય છે. આ તમારી ત્વચાને હાનિકારાક યુવીએ કિરણોથી બચાવે છે. એનાથી સ્કીન કેસરનો ખતરો ઓછો રહે છે. એની છાલનો ઉપયોગ સનટેનને પણ દૂર કરે છે. માટે તાપમાં સુકવેલી દાડમની છાલનો પાવડર બનાવો અને એને સ્ટોર કરી રાખો. ઘરથી નીકળવા પહેલા આ પાઉડરને પોતાના લોશન અને ક્રીમ સાથે ભેળવી લાગવી લો.
દાડમની છાલ તમારી ત્વચામાં કોલેજનનો નાશ થતો અટકાવે છે અને કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે. તે વૃદ્ધત્વ અને કરચલીઓના સંકેતોને ઘટાડે છે. બે ચમચી પાવડર લો અને થોડું દૂધ મિક્સ કરો. જો તમારી ત્વચા તૈલી છે તો દૂધની જગ્યાએ ગુલાબજળને પાવડરમાં ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેની છાલનું સેવન કુદરતી મોઈશ્ચરાઈઝર જેવું કામ કરે છે.
ઓરલ સ્વાસ્થ્ય માટે
દાડમની છાલ એ શ્વાસની દુર્ગંધ, જીન્જીવાઇટિસ અને મોઢાના ચાંદાને દૂર કરવા માટે એક અસરકારક રીત છે. એક ગ્લાસ પાણીમાં દાડમની છાલનો પાવડર મિક્સ કરો અને આ મિશ્રણથી ગાર્ગલ કરો. તેનાથી ફાયદો થશે.
હૃદયના સ્વાસ્થ્ય માટે
દાડમની છાલ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેઓ તમને હૃદયની બીમારીઓથી બચાવે છે. દાડમની છાલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ અને તણાવ ઓછો થાય છે. આ ઓક્સિડેટીવ તણાવ અને બ્લડ પ્રેશર બંનેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી દાડમની છાલનો પાઉડર મિક્સ કરીને પીવો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..