મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને હિલ સ્ટેશનનું ફળ ગણાતી સ્ટ્રોબેરી હવે માલવાના ખેતરોમાં પણ ઉગી રહી છે. આ કારનામું કરી બતાવ્યું છે ખાનગી બેંકની 20 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને ખેડૂત બનેલા ઈન્દોરના સુરેશ શર્માએ. તેનો દાવો છે કે, જે રીતે પાક આવી રહ્યો છે, તેનાથી તે બે એકરમાં લાગવેલા છોડથી આ વર્ષે 30 લાખ રૂપિયાથી વધારેની સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરશે.
મહાબલેશ્વરના ખેડૂતો પાસે સમજી આ પદ્ધતિ
ઘઉં, ચણા અને સોયાબીનની રેકોર્ડ ખેતીવાળા વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતીનો આઈડિયા શર્માને તેમની ગયા વર્ષની મહાબલેશ્વરની યાત્રા પરથી આવ્યો. અહીં ફરવા દરમિયાન ઠેરઠેર તેના વેચાણ સાથે તેમણે ઘણા એકર ખેતરો જોયા, જ્યાં તેને ઉગાડવામાં આવતી હતી. ત્યારે મનમાં વિચાર આવ્યો કે, કંઈ પણ થાય, તેની ખેતી ઈન્દોરમાં જ કરીશું. જોકે, આ પાક માત્ર ઋતુ પર જ આધાર રાખે છે, શર્માએ તેનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને ત્યાંના ખેડૂતો પાસેથી ખેતીની પદ્ધતી જાણી.
બે એકર જમીન ખરીદી, 50 છોડવા રોપ્યા
ઈન્દોરમાં સાંવેર બાયપાસ પાસે જમીન ખરીદી અને બે એકરમાં મહાબલેશ્વરથી લાવેલા 50 જેટલા છોડવા રોપ્યા. શર્મા જણાવે છે, મહાબલેશ્વર વિસ્તારમાં ખેડૂત એકથી દોઢ કિલો પ્રતિ છોડ ઉત્પાદન લે છે. અહીંયા 700 ગ્રામ પ્રતિ છોડ ઉત્પાદન થવાનું અનુમાન છે. વાતાવરણમાં આવેલા ઉતાર-ચઢાવના કારણે સ્ટ્રોબેરીમાં સમય પહેલા ફળ આવી ગયા છે, જેનાથી તે થોડા ચિંતિત પણ છે. છતાં પણ અનુમાન છે કે, તે આ વર્ષે 30 લાખ રૂપિયાની સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી લેશે.
રતલામમાં સફળ નથી
મૂળ ઉત્તર અમેરિકા અને યુરોપમાં થતી સ્ટ્રોબેરી ભારતમાં અત્યાર સુધી દેહરાદૂન, નૈનીતાલ, દાર્જિલિંગ, ઝારખંડ, પંજાબ, મહારાષ્ટ્રના મહાબલેશ્વર કે કાશ્મીર વિસ્તારમાં થતી હતી. થોડા વર્ષ પહેલા રતલામ, મંદસૌરમાં ખેડૂતોએ તેના છોડવા રોપ્યા હતા, પરંતુ પ્રયોગ સફળ ન થયો. શર્મા આ પ્રકારે પોતાને સફળ માની રહ્યા છે.
પ્રોસેસિંગ સેન્ટર ખોલ્યા
વ્યવસાયિક ઉત્પાદનમાં તકલીફ એ છે કે, સારા આકારના ફળ તો બજારમાં વેચાઈ શકે છે, નાના આકારની સ્ટ્રોબેરી માટે કોઈ પ્રોસેસિંગ સેન્ટર જ નથી. શર્મા કહે છે કે, ઈન્દોરમાં સારા ફૂટ પ્રોસેસિંગ સેન્ટર બની જાય તો સ્ટ્રોબેરીના કારણે માલવાના ખેડૂતોની સ્થિતિ બદલાઈ શકે છે.