કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રએ તેના અન્ય મિત્રની પ્રેમિકા અંગે ઓનલાઇન ચેટિંગમાં અપશબ્દો લખતા તેને બહાર બોલાવ્યો હતો. જે બાદ મિત્રએ જ મિત્રને ચપ્પુનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. (પીળા શર્ટમાં આરોપી અને ભૂરા શર્ટમાં મૃતકની ફાઇલ તસવીર)
સુરતનાનાં મોટા વરાછા વિસ્તાર માં આવેલી સંસ્કૃત્તિ રેસિડન્સીમાં રહેતા 21 વર્ષીય સ્મિત સોનીણી ગતરોજ તેના મિત્ર હર્ષિલ ઉર્ફે માવો લાઠીયા સાથે ઓનલાઇન ચેટીંગ કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ત્યારે સ્મિતે હર્ષિલ પ્રેમિકા વિશે અપશબ્દો લખવાના શરૂ કર્યા હતા. જે બાબતે બંનેવ મિત્ર વચ્ચે ઝગડો શરૂ થયો હતો. જે બાદ આવેશમાં આવેલા હર્ષિલ દ્વારા સ્મિતને મળવા બોલાવ્યો હતો.
વિસ્તારમાં આવેલા મહારાજા ફાર્મ ખાતે ભેગા થયા હતા. અહીંયા પણ સ્મિત અને હર્ષિલ વચ્ચે હર્ષિલની પ્રેમિકા મામલે બોલાચાલીથી શરૂ થયેલા ઝગડો ઉગ્ર બન્યો હતો.
હર્ષિલે પોતાની પ્રેમિકા માટે અપશબ્દો બોલનાર સ્મિત પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
જેના કારણે સ્મિતને ગંભીર ઇજા થતાં ત્યાંજ ઢળી પડ્યો હતો. જે જોઇને ચપ્પુ મારનાર હર્ષિલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ઘટાની જાણકારી મળતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્મિતને સારવાર માટે હિસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બીજી બાજુ ઘટનાની જાણકારી મળતા અમરોલી પોલીસ પણ બનાવાળી જગ્યા પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી.
સ્મિતે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી નાખ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી અને આરોપી હર્ષિલને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..