પ્રેમ સંબંધમાં વિશ્વાસઘાતની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી રહી છે. મોટભાગના પ્રેમ સંબંધમાં રહ્યા બાદ વાત જ્યારે લગ્ન (Marriage) સુધી પહોંચે છે ત્યારે સાથીને છોડી દેવાના બનાવો બનતા હોય છે. સુરતમાં લિંબાયતમાં બ્યુટી પાર્લર (Beauty Parlour) ચલાવતી એક યુવતી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. યુવતીની આંખ એક યુવક સાથે મળી ગઈ હતી. જે બાદમાં તેણીએ પોતાના પતિ સાથે છૂટાછેડા (Divorce) લીધા હતા. હવે જે યુવક માટે યુવતીએ છૂટાછેડા લીધા હતા તેણે પણ યુવતીને દગો દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મંગળસૂત્ર પહેરાવી ફરવા લઈ ગયો
મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમં રહેતી 25 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ તરછોડી દીધી છે. યુવતી તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પ્રેમી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી. પ્રેમીએ યુવતીને મંગળસૂત્ર પહેરા દીધું હતું અને બાદમાં તેણીને મહારાષ્ટ્રના શિરડી ખાતે ફરવા લઈ ગયો હતો. તે વખતે યુવતીની જાણ બહાર મોબાઈલ ફોનમાં બંનેની અંગતપળોની તસવીરો ક્લિક કરી લીધી હતી. સુરત આવ્યા બાદ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા તેનો પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે સાથે યુવતીની તસવીરો પણ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ આદરી છે.
બનાવ અંગે લિંબાયત પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ લિંબાયતના શાંતિનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન 2014માં થયા હતા. યુવતીની માતા લિંબાયતના સુભાષનગરમાં શાકભાજી વેચતી હોવાથી તેણી શાકભાજી લેવા માટે અવારનવાર આવતી હતી. આ દરમિયાન તેણીનો સંપર્ક દીપક સતીષ પાટીલ (રહે. સંજયનગર લિંબાયત) સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ 2019ના વર્ષમાં મૈત્રી કરાર કર્યો હતો. દરમિયાન આ અંગે યુવતીના પતિને ખબર પડતા બંને જણા અલગ રહેવા લાગ્યા હતા. યુવતી લિંબાયત વિસ્તારમાં રહેવા માટે આવી ગઈ હતી અને નજીકમાં આવેલી સોસાયટીમાં બ્યુટી પાર્લરનું કામ શરુ કયું હતું.
દીપક અવાર નવાર ઘરે આવતો હતો. બંને લોકો પતિ-પત્નીની જેમ રહેતા હતા. સન 2020માં દીપકે ઘરે આવીને ઝઘડો કર્યો હતો. જેથી યુવતીએ દીપક સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ દીપકે યુવતીને મનાવી લેતા ફરીથી મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન યુવતીએ 2021માં પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બીજી તરફ દીપકે ઘરે આવીને યુવતીને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને શિરડી ફરવા માટે લઈ ગયો હતો.
શિરડી ખાતે દીપકે યુવતીની જાણ બહાર અંગતપળોની તસવીરો ક્લિક કરી લીધી હતી. શિરડીથી પરત આવ્યા બાદ દીપકે લગ્ન કરવાની પણ વાત કરી હતી. બંને જાન્યુઆરી 2022 સુધી સાથે રહ્યા હતા. જોકે, 18 જાન્યુઆરીના રોજ દીપક યુવતીના બ્યુટી પાર્લર ખાતે પહોંચ્યો હતો અને તોડફોડ કરી હતી. 29 જાન્યુઆરીના રોજ બંનેએ મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બાદમાં દીપકે મૈત્રી કરાર માંગતા યુવતીએ ના પાડી દીધી હતી. જે વાતથી દીપક ઉશ્કેરાયો હતો અને તેણીને માર માર્યો હતો. સાથે જ પોતાના મોબાઇલમાં રહેલી તસવીરો વાયરલ કરી દેવાની અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ દાખલ કરતા લિંબાયત પોલીસ દીપક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..