સુરતમાં પરિવારના સંબંધી સાથે રત્નકલાકર કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી યુવતી ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ યુવતી આપઘાત કરતા પહેલા સુસાઈટ નોટ લખી હતી. જેમાં વિશાલ નામના યુવકે પરિણીત હોવા છતાં તેની સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ રાખ્યો હતો. અને આખરે તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઇને આવતા થયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો.
તેની સુસાઇડ નોટના આધારે પોલીસે પ્રથમ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યા આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પ્રેમી અને તેની પત્નીની ધરપકડ કરવાના માટે ચક્રોગતિમાન કર્યા હતા. ત્યાં વિશાલ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે તેની પત્નીની સુરતમાં કાપોદ્રા પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મૂળ ઉમરપાડાની એક યુવતી ભાણેજ સાથે રહેતો હતી. હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. આ યુવતીએ ગઈકાલે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા સાથે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. રૂપિયા યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી. યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું પોતે લખ્યું હતું કે. મારો સંબંધ પટેલ વિશાલ મનહરલાલ સાથે હતો. હું અને વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતા. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. પ્રેમીએ મારો ફાયદો ઉઠાવતા હું આજે જીવન છોડીને જાવ છું. વિશાલ પહેલાથી જ પરિણીત હતા તેમ છતાં મે તેની જોડે સંબંધ રાખ્યો.
તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી તે છતાં એ મને અને વિશાલને સાથ આપતી હતી. હું આજે આ ગલત કદમ ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે. સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે વિશાલની પત્ની અને વિશાલે મારી જિંદગી બરબાદ કરી નાંખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલિને આપતા પહેલા વિશાલના ઘરે આપી આવજો.
તો મારા આત્માને શાંતિ મળશે જોકે સુરતની કાપોદ્રા પોલીસે આ મામલે સૌપ્રથમ એટ્રોસિટીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ક્યાં પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ અને પત્નીની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી હતી. જોકે પ્રેમી વિશાલ ભાગી જવામાં ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે પત્નીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..