ભાઈબીજના દિવસે જ બે પિતરાઈ ભાઈઓનો તાપી નદીમાં ભોગ લેવાયો છે. બારડોલીના વાઘેચા પાસે વહેતી તાપી નદીમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓનું મોત નિપજતા ગામમાં માતમ છવાઇ ગયો. આ ઘટનામાં બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા મિશ્રા પરિવારના પિતરાઈ ભાઈઓ મિત્રો સાથે વાઘેચા ગામે તાપી નદીના કિનારે નાહવા આવ્યા હતા. અહીંના પૌરાણિક મંદિરે દર્શન માટે આવ્યા હતા. મંદિરમાં દર્શન કરતા પહેલા તેઓ નાહવા નદીમાં પડ્યા હતા. જેમાંથી બે ભાઇઓનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. ભાઈ-બીજના તહેવારની માર્કેટમાં રજા હોવાથી ફરવા જવાનું કહી વાઘેચા મંદિરે દર્શન કરવા બધા મિત્રો નીકળ્યા હતા. જ્યાંથી નદીમાં નહાવા પડતા દુર્ઘટના બની હતી.
બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીના કિનારે ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરે મોટી સંખ્યામાં સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાંથી ભક્તો આવતા હોય છે. પરંતુ ભગવાનના દર્શન કરતા પહેલા લોકો તાપી નદીમાં નાહવા જાય છે અને ત્યારે અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે. લોકો નદીના ઊંડા પાણીમાં ડૂબી જાય છે તેવી ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..