સુરતના સરથાણામાં એક આધેડ ભૂવાએ પરિણીતાને વિધિ (vidhi) કરવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આ મામલે મોડી રાત્રે ભુવા વિરુદ્ધ સરથાણા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. તેનો પતિ જમીન લે-વેચનું કામ કરે છે. તેને એક દીકરો અને એક દીકરી છે. પાંચેક વર્ષ પહેલા મહિલાનો પરિચય આરોપી મનજી ઉર્ફે મનસુખ માંડાણી સાથે થયો હતો. જે મહિલાનો કૌટુંબિક દિયરનાં કાકા સસરા થાય છે.
મહિલાના ઘરે આવી આરોપીએ પોતે ભુવો હોવાનું જણાવ્યું હતું. અને તેના પરિવારનો ગુરૂ બની ગયો હતો. મહિલા અને ભુવા વચ્ચે ગુરૂ-શિષ્યા જેવો સંબંધ હતો. ભુવાના ઘરે માતાજીનો મઢ હોવાથી સેંકડો ભક્તો તેના ત્યાં દર્શન માટે આવતા હતા.
2016માં ભુવાએ મહિલા અને તેના પતિને જણાવ્યું હતું કે, તમારું મકાન નડતરરૂપ છે. તમે મકાન બદલી નાખો એવું કહેતા મહિલાએ ગુરૂની આજ્ઞા છે એવું માનીને ઘર બદલી નાખ્યું હતું. જેથી ફેબ્રુઆરી-2020માં ભુવાએ મહિલાને કહ્યું કે તારા પર વિધિ કરવી પડશે નહીં તો તારો પતિ અને સંતાન ગાંડા થઈ જશે.
જો કે આ ભૂવાએ વિધિ માટે બોલાવી મહિલાનાં કપડા ઉતારવા લાગ્યો હતો. જોનો મહિલાએ વિરોધ કર્યો હતો. જેથી વિધિ અધૂરી રાખશે તો તારો પતિ મરી જશે તેમ ભૂવાએ કહ્યું હતું. ત્યારબાદ ભુવાએ મહિલા સાથે રેપ કરી નગ્ન ફોટો પણ પાડી લીધો હતો.
તેણે ધમકી આપી હતી કે, જો આ વાત કોઇને કરીશ તો મોહિની વિદ્યાથી તારું અને તારા પતિનું ધનોત-પનોત કરી નાખીશ. ત્યાર બાદ તે ફોટોના આધારે મહિલાને બ્લેકમેલ કરી વારંવાર રેપ કરતો હતો. જેથી ભુવાના ત્રાસથી કંટાળી મહિલાએ ભૂવા વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ભુવાની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..