સુરતમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની છ યુવતીઓને અપાતા ગ્રાહકદીઠ પૈસા

સુરતમાં (Surat) વર્ક પરમિટ પર આવી અને વિદેશી યુવતીઓ (Foreginer girls in Surat spa) દ્વારા ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની (Surat Crime Branch Raid on Spa) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ (Vimal Hub Complex Piplod surat) નામના કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પાંચમાં માળે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું (Sex Racket Caught from Thai Spa in Surat) ઝડપી પાડ્યું હતું. પોલીસે અહીંથી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે થાઇલેન્ડની 6 યુવતીઓને મુકત કરાવાઈ હતી. છેલ્લા લાંબા સમયથી સુરતમાં વિઝીટર પરમીટ લઈ ને આવ્યા બાદ વર્ક પરમિટ પર કામ કરે છે જેને લઇને સુરત પોલીસ દ્વારા ખાસ દરોડા પાડવામાં આવ્યા હતા. ભૂતકાળમાં આવા અનેક કુટણખાના ઝડપાઈ ચુક્યા છે ત્યારે વધુ એક વખત કુટણખાનાની આડમાં ચાલતા (Sex Racket Caught t in Spa) દેહવિક્રેયનો પર્દાફાશ થયો છે.

સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં પાંચમાં માળે આવેલા સાઈન સ્પામસાજ પાર્લેરની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો.પોલીસે અહી દરોડા પાડતા નાસભાગ મચી હતી. પોલીસે અહી સંચાલક યોગેશ રાણાભાઈ ડાંગર અને નવસારીથી આવેલા કસ્ટમર ઈસ્માઈલ નસીમ નૈના નામના ઈસમને ઝડપી પાડ્યા હતા.

પોલીસે અહીંથી 4 મોબાઈલ, 13 હજારની રોકડ, પેટીએમ મશીન, ચોપડા,  મળી કુલ 71 હજારની મત્તા કબજે કરી હતી પોલીસ તપાસમાં થાઈલેન્ડ દેશની યુવતીઓ પાસે અહી સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવાતો હતો. પોલીસે અહીથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવી હતી.

તેમજ દુકાનના માલિકને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભૂતકાળમાં પણ પોલીસના દરોડા પાડયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કરવાનો પ્રયાસ કર્યો હતો એક સાથે 100 કરતાં વધુ વિદેશી યુવતીઓ અને તેમના દેશમાં મોકલવામાં આવી હતી

ત્યારે આ ફરી એકવાર ધમધમતા આ પ્રકારના ગેરકાયદેસર વેપાર ઉપર પોલીસની લાલ થઇ છે અને પોલીસે દરોડાની કામગીરી શરૂ કરતા જ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો