ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો બીજા અને ત્રીજા તબક્કાની શરૂઆતમાં થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં હાલ અનેક એવા લોકો છે જે ઘરની બહાર નીકળીને સરકારનાં નિયમોની એસીકી તેસી કરતા હોય છે.
ત્યારે આજે સુરતમાં પણ કેટલાક લોકો નિયમો તોડીને બહાર નીકળ્યા હતા. ત્યારે આખરે લોકડાઉનને લઈને સુરત પોલીસે એક અનોખો પ્રયોગ કર્યો હતો. સુરત પોલીસે જે બિનજરૂરી કામકાજ વગર બહાર ફરતા લોકોના ઘર બહાર નીકળતા ફોટા પાડ્યા હતા. ત્યારબાદ ફોટાની નીચે ‘હું સમાજનો દુશ્મન છું’ ના લખાણ સાથેના ફોટા વાયરલ કર્યા હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવા ઘર બહાર ન નીકળવા પોલીસે અપીલ કરી રહી છે, ત્યારે ફોટા વાયરલ કરી લોકોને ઘરમાં રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં હાલ જે રીતે કોરોના વાયરસના દર્દીઓ નોંધાતા જાય છે, ત્યારે આ રોગ ગુજરાતમાં વધુ કહેર ન ફેલાવે તે માટે સરકાર અને ભારત સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે જીવન જરૂરિયાત સાથે જે લોકોને સરકારી નોકરી હોય તેવા લોકો સિવાય લોકોને બહાર નીકળવાની ના પડી છે. પરંતુ કેટલાક લોકો બિનજરૂરી બહાર નીકળીને લોકડાઉનના નિયમ તોડી રહ્યાં છે. ત્યારે તેવા લોકો બહાર નહિ નીકળીને કોરોના વાયરસનાં સર્મથન ચેઇન તોડે છે. આવા લોકોને અટકાવવા માટે આજે સુરત પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
સુરતમાં આજે પોલીસ બહાર નીકળતા લોકોને શરમાવા માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે જેતે વ્યક્તિનો ફોટો પાડીને હું સમાજનો દુશ્મન છું’ તેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..