સુરત પોલીસ કમિશનરની કાર્યવાહી: દારૂના નામે વેપારીના ઘરમાં ઉધમ મચાવનારા ઉમરાના PSI સસ્પેન્ડ

સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત પ્રેસીડેન્સી એપા.માં દારૂના ચેકિંગના બહાને વેપારીના ઘરમાં ઘૂસી જઇ વેપારી ઉપર કેસ કરી તેનાં વૃદ્ધ માતા-પિતા સાથે ગેરવર્તન કરી 4 લાખની લાંચની માંગણીના આક્ષેપથી ઘેરાયેલી ઉમરા પોલીસ મથકની સબ ઇન્સપેક્ટર કે.એન. ચોપડા અને બે કોન્સ્ટેબલ્સને સસ્પેન્ડ કરી દેવાયા હતા. વર્દીના નામે રૂઆબ છાંટી નાગરિકોને રંજાડતાં કે ગેરવર્તન કરતાં કોણ પણ કર્મચારીઓને સાંખી નહીં લેવાય તેવો હુંકાર પોલીસ કમિશનર અજય તોમરે કર્યો હતો.

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ઉમરા પોલીસ મથકના રામચોક પોલીસ ચોકીની સબ ઇન્સપેક્ટર કે.એન. ચોપડાંએ ગત 8મી માર્ચે ઘોડદોડ રોડ સ્થિત પ્રેસીડેન્સી એપા.માં ફ્લેટ નંબર 104માં દારૂને લગતી રેઇડ કરી હતી. સબ ઇન્સપેક્ટર ચોપડાએ આ ફ્લેટમાં રહેતાં 33 વર્ષીય કરણ સહાની ઉપર પીધેલાંનો કેસ કર્યો હતો.

પરમિશન કે અધિકારીઓનું ધ્યાન દોર્યા વિના રેઇડ કરવા દરમ્યાન પોલીસ કર્મચારીઓ દ્વારા આ યુવકને માર મારવાની સાથે તેના વૃદ્ધ માતા-પિતા સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને ભ્રષ્ટાચારનો પણ આક્ષેપો થયા હોઇ ઇન્કવાયરી સોંપવામાં આવી હતી. આ ઇન્કવાયરીના ભાગરૂપે સબ ઇન્સપેક્ટર કે.એન. ચોપડા તથા તેની સાથેના બે કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજયસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

કરણ સહાનીએ 11મીએ જ પોલીસ કમિશનર અજય તોમરને અરજી કરી હતી. આ વેપારીની ગેરહાજરીમાં વોરંટ વિના આ સબ ઇન્સપેક્ટર દરવાજો તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા. એન.ડી.પી.એસ.ના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા બાદ જો એમજ છોડી દઇશું તો તું અધિકારીઓને ફરિયાદ કરશે તેમ કહી ચોકીમાં જ બિયર પીવડાવી દારૂનો કેસ કર્યાનો ગંભીર આક્ષેપ અરજીમાં કરાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો