કોરોનાથી બચવા સુરતની સોસાયટીનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં બહારનાં લોકોને પ્રવેશ મળશે નહીં, લગાવ્યા બોર્ડ

કોરોના વાયરસ અંગે લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યાં છે. આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાને કારણે થતો હોય છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતનાં રેહેઠાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓએ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, બહારનાં લોકોને અંદર પ્રવેશ મળશે નહીં.

કોરોના વાઇરસે દેશ સાથે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉનનું કડકપણે અમલીકરણ કરવાથી આ વાયરસને નાથી શકાય છે. સરકારની આ જાહેરાત બાદ લોકોમાં જાગૃતિ આવી રહી છે ત્યારે લોકો દ્વારા પોતે ઘરે રહેતા થયા છે.

સુરતનાં મોટા વરાછા વિસ્તારની એક રેસિડન્સી દ્વારા તેમના એપાર્ટમેન્ટ બહાર બોર્ડ લગાવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, અહીંયા બહારનાં કોઈપણ લોકો માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જે લોકો આ રેસિડન્સીમાં રહે છે તેમના પ્રવેશ માટે વાહન પર એક ખાસ પ્રકારનું સ્ટીકર લગાવામાં આવ્યું છે. જે લોકો પાસે આ સ્ટીકર ન હોય તેમને આ રેસિડન્સીમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કોરોનાનો વાયરસ લોકોના સંપર્કમાં આવતા ચેપ લાગે છે. ત્યારે બહારનો કોઈપણ વ્યક્તિ આવી અને અહીં રહેતા લોકોને ચેપ ન લગાડે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે રેસીડન્સીના લોકોને બહાર ન નીકળવાનો અનુરોધ પણ કર્યો છે.

સરકારે આપેલી સૂચના આજ રીતે લોકો અમલીકરણ કરે તો ચોક્કસ આ કોરોના નામના વાયરસને ડામવામાં સફળતા મળશે. સુરતની આ રેસિડ્સની પહેલ ને લઇને મોટા વરાછા વિસ્તારમાં અન્ય રેસિડન્સી દ્વારા આજ પ્રકારે બોર્ડ લગાવી પોતાના રેહેઠાણ કરતા લોકોની સુરક્ષા શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો