સુરતમાં વધુ એક કરૂણાંતિકા: પરિણીતાએ રોમિયોના ત્રાસથી અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકવી

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Vekariya Murder Case) જે પાસોદરા (Pasodara)માં બન્યો એ જ પાસોદરમાં વધુ એક કરૂણાંતિકા સામે આવી છે. કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ ગામડે રહેતા રોમિયોના ત્રાસથી કંટાળી જિંદગી હોમી દીધી છે (Married Woman Ended Life in Pasodara) પરિણીતાએ મરણપથારીએ નિવેદન આપ્યું છે કે જયદિપ નામનો શખ્સ તેની પજવણી કરતો હતો અવારનવાર હેરાન કરતો હતો તેના ત્રાસથી કંટાળી તેમે દિવાસળી ચાંપી દીધી. આમ રોમિયોના ત્રાસથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી લીધી હોવાની આશંકા સામે આવી છે.

બનાવની વિગતો એવી છે કે એક અઠવાડિયા પહેલાં પાસોદરાની એક પરિણીતા ગંભીર સ્થિતિમાં દાજી જતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ અંગે ભોગ બનનારી પરિણીતાનું નિવેદન લેવામાં આવતા તેણે મરણપથારીએથી ગામમાં રહેતો જયદિપ નામનો શખ્સ તેની પજવણી કરતો હોવાનું જણાવ્યું હતું.

પરિણીતાએ અંતિમ નિવેદનમાં ટાંક્યું કે તેને જયદિપ નામનો શખ્સ જે તેના વતનનો છે તે અવારનવાર ફોન પર પજવણી કરતો હતો. પોતે નંબર બદલી નાખ્યો છતાં તેણે નંબર શોધી પજવણી ચાલી રાખી હતી. ‘જયદિપ મને કહેતો હતો કે તારા ભાઈને તારા પિતાને મારી નાખીશ, તને પમ મારી નાખીશ, એણે વીડિયો કોલ કર્યો ત્યારે મેં દિવાસળી બતાવી અને ચાંપી દીઘી’

સારવાર બાદ દમ તોડ્યો
આ પરિણીતાએ સારવાર બાદ હૉસ્પિટલના બિછાને દમ તોડ્યો. સફેદ પાટામાં વીંટળાયેલી આ યુવતીની જિંદગી વધુ એક આવારા તત્વના કારણે હોમાઈ ગયે છે. સુરત પોલીસે આ દિશામાં તપાસ કરી રહી છે.

આ અંગે આજે પત્રકારો સાથેની વાતચીતમાં રેંજ આઈજી ડૉ.રાજકુમાર પાંડ્યને જણાવ્યું કે આ અંગે એફઆઈઆરમાં પરિણીતાનું અલગ કારણોસર દાજી જવાના કારણે મૃત્યુ થયું હોવાની વાત હતી પરંતુ તેનું નિવેદન પજવણીનું છે. પોલીસે આ બંને દિશામાં તપાસ કરશે. સૌરાષ્ટ્ર રહેતા આ આરોપી શખ્સને પકડવા પોલીસ રવાના થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો