સુરતના મેયર હેમાલીબેનના પતિના નામે ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની જમીન વારસાઈ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મેયરના પતિએ ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો ક્યા ગામનો રજૂ કર્યો તેવા સવાલો ઉઠ્યા છે. આ અંગે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરત શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન બોઘાવાલાના પરિવારની વિવાદાસ્પદ જમીન મુદ્દે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે મહુવા કૃષિપંચ મામલતદારને તપાસ સોંપી છે. મહુવાના ગાંગડિયામાં જમીન ખરીદતી વેળા મેયરના પરિવાર કયા કયા પુરાવા રજૂ કર્યા. ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો કયા તાલુકાના ગામનો રજૂ કર્યો તે અંગે ઊલટ તપાસ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાના પતિ સહિતના પરિવારજનોએ ઓખા ગામની સરવા નંબર 87/2, બ્લોક નંબર 114 વાળી 43405 ચોરસમીટર જમીનમાં 2011માં વારસાઇ નોંધથી નામ દાખલ કરાવ્યા હતા. ઓખા ગામની જમીનમાં 1174 નંબરથી પડેલી એન્ટ્રી થકી જયંતીલાલ અરવિંદલાલ અને કલ્પેશ બોઘાવાલા સહિતના પરિવારજનોના નામ 7/12માં દાખલ થયા હતા.
પ્રાંત અધિકારીએ અરજી નામંજૂર કરતાં કલેક્ટરને અપીલ કરવામાં આવી હતી. તત્કાલીન કલેક્ટર ડો. ધવલ પટેલે પુરાવા ધ્યાને લઇ મામલતદાર અને ઓલપાડ પ્રાંત અધિકારીના નિર્ણયને ક્ષતિગ્રસ્ત ઠેરવી ઓખા ગામના બ્લોક નંબર 114માં પડેલી વારસાઇની 1174 વાળી નોંધ રદ કરી દીધી હતી અને ત્યાર બાદ કોંગ્રેસ પણ ખુલીને મેદાનમાં આવ્યું છે અને જેના લીધે હવે રાજકરણ ગરમાયુ છે.
આ વારસાઇ નોંધ બાદ ઓખા ગામના ખેડૂત ખાતેદાર હોવાનું દર્શાવી મહુવાના ગાંગડિયામાં સરવે-બ્લોક નંબર 44-3 વાળી 4373 ચોરસમીટર જમીન ખરીદી હતી. આ જમીન ખરીદતી વેળા ઓખા ગામના ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. હવે ઓખા ગામમાં પડેલી વારસાઇની નોંધ તત્કાલીન કલેક્ટર રદ કરી દેતાં મેયર પરિવારની ખેડૂત ખાતેદારી નિરાધાર બની ગઇ હતી. મહુવા કૃષિપંચ મામલતદાર તપાસ રિપોર્ટ સોંપશે. મહુવાના ગાંગડિયામાં ખરીદવામાં આવેલી જમીન સર્ભે મહવા કૃષિ પાંચ મામલતદારને તપાસ સોંપાઈ છે.
સુરત કલેક્ટરના આદેશને પંદર દિવસ ઉપર વિત્યા છતાં તપાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે. સુરતના મેયર પરિવારની નિરાધાર ખેડૂત ખાતેદારની તપાસ મંદ ગતિએ ચાલી રહી છે અથવા ચલાવવામાં આવી રહી છે, સુરતના મેયર હોવાથી હેમાલીબેન બોઘાવાલાની જમીન વિવાદ મામલે તપાસમાં ઢીલ વર્તાઈ રહી હોવાની આશંકા સેવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..