કોલેજ સંચાલકોની ઘોર બેદરકારી: સુરતની SD જૈન કોલેજના ટ્રેકિંગ માટે ગયેલા 43 વિદ્યાર્થી જંગલમાં ગુમ, વનવિભાગ અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું

રાજ્યનાં છેવાડે અને સુરત નજીક આવેલું ઉમરપાડાનું ગાઢ જંગલમાં ફોરવીલ કાર પણ જઇ શકતી ન હોય, મોબાઇલ ફોનના ટાવરના સિગ્નલ પણ પકડાતા ના હોય, કોઇ સ્થાનિક ગાઇડ પણ સાથે ન હોય તેમજ સાંજ પછીનું અંધારૂ ઝડપભેર આગળ વધતું હોય તેવા સંજોગોમાં કોલેજના 43 નવયુવાન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ આવા ગાઢ જંગલમાં ભુલા પડી જાય તો શું થાય? તેવા વિચારથી જ કાળજું કંપી ઉઠે છે.

સુરત શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એસ.ડી.જૈન કોલેજના સંચાલકોની બેદરકારીને કારણે કોલેજનાં 43 છોકરા-છોકરીઓએ ગાઢ જંગલમાં ફફડતાં હૈયે બેથી ત્રણ કલાક વિતાવવાનો વખત આવ્યો હતો. એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓનાં વાલીઓનાં જીવ પણ ટાળવે ચોંટી ગયાં હતાં. કોરોના વાયરસનો ખોફ ઓછો થતાં જ એસ.ડી.જૈન કોલેજનાં સંચાલકોએ વિદ્યાર્થી દીઠ 1100 રૂપિયા ચાર્જ લઇને 400 જેટલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઉમરપાડાનાં જંગલમાં આવેલાં દેવઘાટ ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું હતું.

પાછા વળતી વેળા 20 વિદ્યાર્થીનીઓ અને 23 વિધાર્થીઓ રસ્તી ભુલી ગયાં અને ગાઢ જંગલ તરફના અજાણીય રસ્તે ચઢી ગયા હતા. સતત અડધો કલાક સુધી ચાલ્યા પછી 43 વિદ્યાર્થીઓને ખબર પડી ગઇ કે તેઓ રસ્તો ભુલી ગયા છે. મોબાઇલ ફોન ઉપર તમામે ગાઇડ અને શિક્ષકો તેમજ પોતાનાં માતા-પિતાનો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો પણ નેટવર્ક આવતા નહોતા.

ત્યારબાદ અચાનક એક વિદ્યાર્થીનીનો કોન્ટેકટ માતા-પિતા સાથે થતા વાત કરી હતી, એ પરિવારે CMO ઓફિસમાં જાણ કરી હતી અને ત્યારબાદ ઉમરપાડા પોલીસ અને રેન્જ ફોરેસ્ટની ટીમ કામે લાગી હતી. ત્યારબાદ તમામનું રેસ્ક્યુ કરી બહાર લવાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો