વલસાડની યોગ શિક્ષિકાનું લિવર સુરતના ઉદ્યોગપતિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું, બ્રેઈનડેડ યોગ શિક્ષિકાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

વલસાડની યોગ શિક્ષિકાનું લિવર સુરતના ઉદ્યોગપતિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું
અંગદાન થકી મળેલા લિવરનું સુરતમાં પહેલીવાર ટ્રાન્સપ્લાન્ટ કરાયું
બ્રેઈનડેડ યોગ શિક્ષિકાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું
વલસાડની વણકર સમાજની બ્રેઈનડેડ યોગ શિક્ષિકાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું છે. સુરતમાં દાનમાં મળેલા લિવરનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ શહેરની જાણીતી હોસ્પિટલમાં થયું હતું. યોગ શિક્ષિકાનું લિવર સુરત શહેરના ઉદ્યોગપતિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

વલસાડ, સેગવીના માણેક બાગમાં રહેતા રંજનબેન પ્રવીણભાઈ ચાવડા (ઉં.વ.40) યોગ શિક્ષિકા હતા. ગત તા. 30મીએ સવારે તેઓ મોપેડ પર તેમના બેનના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી. વર્કશોપની સામે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રંજનબેનને માથામાં ગંભીર ઇજા થતાં વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સીટી સ્કેન સહિતની તપાસ દરમિયાન તેમને બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું.

રંજનબેનને વધુ સારવાર માટે એપલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં શનિવારે તબીબોએ રંજનબેનને બ્રેઈનડેડ ઘોષિત કર્યા હતા. જેની જાણ તબીબોએ ડોનેટ લાઈફની ટીમને કરી હતી. ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમે પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવતા તેઓ રંજનબેનના અંગોનું દાન કરવા સહમત થયા હતા.

રંજનબેનની બંને કિડનીનું દાન અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને બંને ચક્ષુનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. જ્યારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં સુરતના ઉદ્યોગપતિમાં કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 406 કિડની, 171 લીવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 20 ફેફસાં અને 308 ચક્ષુઓ કુલ 949 અંગો અને ટિસ્યૂઓનું દાન મેળવીને 870 વ્યક્તિઓને નવજીવન અને નવી દૃષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો