રાજ્ય સરકાર દ્વારા કેટલાક વિસ્તારમાં સાંપ્રદાયિક સદભાવના અને શાંતિ જળવાય તે માટે ત્યાં અશાંતધારો લાગુ કરાતો હોય છે. આશાંતધારો જે વિસ્તારમાં લાગુ હોય છે ત્યાં સ્થાપી સંપતિના હસ્તાંતરણ માટે એક કાયદાકીય પ્રક્રિયા આવશ્યક હોય છે. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તરમાં જૈન લોકોના મકાનને ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ મામલો હવે રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે અને તેમને પણ તપાસના આદેશ આપ્યા છે.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સુનીષ એપાર્ટમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બે મુસ્લિમ મહિલા ફ્લેટના રહીશને દરવાજો ખખડાવીને પૂછી રહી છે કે, તમારે ફ્લેટ વેચવાનો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્યાંના સ્થાનિક રહીશો તેમનું મકાન જાતે વેચવા માગે છે. ભાવિન નામના વ્યક્તિએ આ બાબતે પોલીસમાં અરજી પણ કરી છે.
એપાર્ટમેન્ટના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અહિયાં આસપાસ મુસ્લિમ લોકોની વસ્તી વધી ગઈ છે. એટલા માટે છોકરાઓની સગાઇ થતી નથી. તેથી અમે એક જનરલ મીટીંગ બોલાવી અને તેના વિડિયો વાયરલ કરનારા ભાઈ પણ હાજર હતા. ત્યારે નક્કી થયું કે બધાએ મકાન વેચવાની પ્રોસેસ શરૂ કરી છે. તેમને પણ પોતાનું મકાન બતાવ્યું છે પણ પાછળથી શું થયું તે અમને ખબર નથી. હવે તે રોજ આવા ગતકડા કરે છે. અહિયાં 15 મકાન છે અને તેમાંથી 12 લોકોએ મકાન વેચવા કાઢ્યા છે. અત્યારે કાયદાકીય પ્રોસેસ ચાલી છે. છતાં આ ભાઈ એક પ્રેસર ઉભું કરે છે. રાતના 10 વાગ્યે આ ભાઈ ફોન કર્યા કરે છે. અન્ય રહીસોનું કહેવું છે કે, આ ભાવિનભાઈ કરીને છે તે બધાને હેરાન કરે છે. અમારા મકાન ખરીદનારી પાર્ટીને પણ ભડકાવે છે.
આ મામલે JCP પ્રવીણ મલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ ફ્લેટની અંદર 15 જેટલા મકાનો આવેલા છે. તે જૂના ફ્લેટ છે. તેની આજુબાજુ મુસ્લિમ સમાજની વસ્તી છે. આ ફ્લેટમાં લીફ્ટ ચાલતા નથી. તેથી ઘણા લોકો મકાન વેચવા માટે જાતે કન્વીન્સ છે. એટલા માટે આ લોકોએ અશાંત ધારાના કારણે તેમના મકાનો વેચવાની પ્રોસેસ ચાલુ કરી છે. આ મામલે પોલીસે ભૂતકાળમાં તપાસ કરી છે. આ મામલે તપાસ કરવામાં આવી છે તેમાં જાણવા મળ્યું છે કે, વીડિયોમાં એક બેન મકાન વેચવાનું છે તેવું પૂછતાં જણાય છે. આ બેનની ઓળખ થઇ નથી. પણ પ્રાયમરી હકીકત એવી જણાય છે કે આ મકાન વેચવાના હોવાથી લોકો અહિયાં પૂછપરછ કરવા માટે આવે છે. પણ આ વિસ્તારમાં મકાન વેચવા માટે દબાણ કરવામાં આવતું હોય તેવું હકીકત પોલીસને મળી નથી. આ મામલે રહીશોએ પણ કહ્યું છે કે, અમે અમારી મીલકત સામેથી વેચવા માગીએ છીએ તેવું તેમને જણાવ્યું છે.
તેમને વધુમાં જણાવ્યું કે, જે વીડિયો વાયરલ થયો છે તેમાં ત્રાસ અંગેની કે, બળજબરીની કે પછી કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ બાબત હોય તેવું જણાઈ આવતું નથી. ભાવિનભાઈ નામના વ્યક્તિએ છે જેમને આ વીડિયો વાયરલ કર્યો છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે તપાસ પછી જ નક્કી કરી શકાય કે તેમને શા માટે વીડિયો વાયરલ કર્યો હતો. પણ તેમની જે રજૂઆત છે તેને અથવા તો વીડિયોમાં જે બાબતો છે તેમાં વીડિયો વાયરલ કરનારના આક્ષેપને સમર્થન મળતું નથી. લોકો પોતાની મિલકત જાતે વેંચવા માટે તૈયાર છે. એ લોકોએ પોતાની મિલકત વેચવા કલેક્ટર કચેરીને એપ્રોચ કરેલો છે. પણ જેમને વીડિયો વાયરલ કર્યો છે તેમને પોતાની મિલકત નથી વેચવી તે તેમની અંગત બાબત છે અને આ વ્યક્તિએ મિલકત વેચવા માટે કોઈ બળજબરી કરતુ હોય તેવા કોઈ પૂરાવ મળ્યા નથી. આ બાબતે આજુબાજુના લોકોના નિવેદન લેતા સામે આવ્યું છે કે, એ લોકોને બળજબરીથી મકાન વેચવાનું કહેવામાં આવતું હોય તે વાતને પણ સમર્થન મળ્યું નથી. આ તમામ લોકો શાંતિથી રહે છે.
આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતના ગોપીપુરા વિસ્તારમાં અશાંતધારો હોવા છતાં પણ કોઈ પરિવારે તેના ફ્લેટની દરરોજ કોઈના દ્વારા માગણી કરવામાં આવે છે તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ બાબતે તપાસ ચાલી રહી છે. પોલીસને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..