સુરત શહેરના હલધરુ પાટિયા નજીક યુવતીએ જન્મ દિવસ અને તેના લગ્નની એનિવર્સરીના દિવસે જ ફ્લેટના પાંચમે માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પલસાણા તાલુકાના હલધરું ખાતે આવેલ શિવ સાઈ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર જનો સાથે રહેતી યુવતીએ પાંચમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
લગ્ન કર્યા પરંતુ પતિ પિયરમાં લેવા આવતો ન હોવાથી મોતની છલાંગ લગાવી
એક વર્ષ પૂર્વે યુવતીના લગ્ન થયેલ હતા જોકે લગ્ન જીવનમાં અણબનાવ બનતા યુવતી એક વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી.લગ્નના 10 દિવસમાં જ યુવતીનો પતિ ચંદન તિવારી યુવતીના પિયર છોડી ગયો હતો અને ગઈકાલે જ લગ્ન જીવનને એક વર્ષ પૂર્ણ થયું હતું જેથી લગ્ન વર્ષગાંઠ હોવા છતાં પણ પતિ પોતાના ઘરે નહીં લઈ જતો હોવાથી યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાના આક્ષેપો યુવતીના પરિવારે કર્યા હતા.
યુવતિની માતાએ તેના પતિ પર કર્યા ગંભીર આરોપ
યુવતિએ લગ્ન કર્યા ત્યારથી જ તેના પરિવાર સાથે એટલે કે પિયરમાં રહેતી હતી અને તેના જન્મ દિવસે પણ પતિ દ્વારા તેને સાસરિમાં લઈ ન જવાતા તેણે મુંજવણમાં આવી ગઈ અને પતિ ક્યારેય સાસરિયે લઈ નહિ જાય તેવી ભ્રામકતા મગજમાં ઘૂસી જતા યુવતિની માતા ઘરની બહાર કોઈ વસ્તુ લેવા જતા ફ્લેટના ઘાબા પર પહોંચીને પાંચમે માળેથી મોતની છલાંગ લગાવી હતી, અને નીચે પડતાની સાથે જ તેનું મોત થયું હતું. યુવતિની માતાએ તેના પતિ અને સાસરિયા દ્વારા તેને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા અને તેના પતિ જ યુવતિના મોત પાછળ મુખ્ય કારણ ગણાવી તેને સજા આપવાની માંગ કરી હતી.
યુવતીની માતા બહાર ગઈ હતી તે અરસામાં યુવતીએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી આ બનાવ અંગે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવતિનું લગ્ન જીવન યોગ્ય રીતે ચાલી રહ્યું ન હતું તેથી તેણે આપઘાત કર્યો હોવાનું બાહર આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..