સુરત શહેરના રોહિત કારેલીયાએ 360 ડિગ્રી ફરી શકે તેવો સીલિંગ ફેન બનાવ્યો છે. રોહિત કારેલિયા વ્યવસાયે એન્જિનીયર છે. તેઓ છેલ્લા પાંચથી સાત વર્ષથી વિવિધ પ્રકારના પંખાઓ પર સંશોધન કરી રહ્યા છે. અને 360 ડિગ્રી સીલિંગ ફેનનું સંશોધન પૂર્ણ કર્યા પછી તેમણે અનિલ સરાવગી હસ્તક તેની પેટન્ટ કરાવી છે. હવે તેઓ વૈશ્વિક કક્ષાએ પીસીટી એપ્લિકેશન ફાઈલ કરી રહ્યા છે જેથી તેમની શોધને વૈશ્વિક સ્તરે પ્રોટેક્શન મળી શકે.
આ ફેનની વિશેષતા અને નવીનતા એ છે કે સીલિંગ ફેન જે હંમેશા નીચે તરફ એક દિશામાં જ હવા ફેંકતો હોય છે તેના બદલે ફેન 360 ડિગ્રી ફરી શકે તેવો બનાવવામાં આવ્યો છે. આ ટેકનોલોજીની ખાસ વાત એ છે કે પંખાને 360 ડિગ્રી ફેરવવા માટે કોઈ મોટર કે પાવરની જરૂર પડતી નથી. જેમાં પંખાની પાંખો તો ફરે જ છે તેની સાથે તેની સાથેની જે એસેમ્લી છે તે અલગથી ફરે છે. એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પર તેના આધારે હવાના વલણોથી તે પોતે જ ફરે છે. આ પંખો 360 ડિગ્રી ફરતા સીલિંગ પંખાથી રૂમની ચારે દિવાલોના ખૂણા સુધી પવન પહોંચવાના કારણે બે-ત્રણ પંખાને બદલે એક પંખાથી કામ ચાલી જાય છે. સાથે જ દિવાલોના દરેક ખૂણામાં તેમજ અન્ય જગ્યાએ થતો જીવાત-મચ્છરોનો પ્રકોપ પણ ઘટે છે. તેમજ આ પંખાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે રૂમમાં રહેલ દરેક વ્યક્તિઓને એક સરખો પવન મળી રહે છે. પેટેન્ટ એટર્ની અનિલ સરાવગીએ જણાવ્યુ હતુ કે આ ટેકનોલોજી વિશ્વમાં પહેલીવાર વિકસાવવામાં આવી છે.
રોહિતભાઈએ કહ્યું કે, તે પોતે એક ટેકનિશયન છે. અને છેલ્લા 20-25 વર્ષથી આ ક્ષેત્રમાં છે. તેથી કાયમ કંઈકને કંઈક નવુ કરતા રહે છે. એન્જિનિયરિંગના જે ઈક્વિપમેન્ટ્સ આવે છે તેમાં પંખો, મોટર, ગીયર તેની સાથે હંમેશા તેનં કામ ચાલતુ હોય છે. એક દિવસ એમ જ એક રૂમમાં બેઠા હતા અને ઘણી ગરમી લાગી તો વિચાર્યુ કે જેમ ઊભો ફેન આવે છે એવો જ હું 360 ડિગ્રી ફરી શકે તેવો જ પંખો બનાવું જે ટકાઉ પણ હોય તો દરેકને ફાયદો થશે. અમુક પંખાઓ એવા મળે છે પણ તેમાં ગીયર લાગેલા હોય છે જેથી જલ્દી તૂટી જાય છે. અને તેમણે તેની રીતે પંખામાં વિવિઘ એક્સપરિમેન્ટ કરવાના શરૂ કરી દીધા. 1 વર્ષ સુધી અલગ અલગ ડિઝાઈન પર કામ કરી કોમ્પોનન્ટ્સમાં એક્સપરિમેન્ટ કર્યા. ત્યારપછી આ સફળતા મળી હતી. ત્યારબાદ ભારતમાં પેટન્ટ કરાવી. આ બનાવવામાં મને 12 લાખ નો ખર્ચ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..