સુરતમાં પોલીસકર્મીની દારૂના નશામાં ધમાલ, લોકોએ દાદાગીરીનો વીડિયો બનાવી વહેતો કર્યો

કોરોના વાયરસના સંકટ વચ્ચે કોરોના વૉરિયર્સમાં જેમનો સમાવેશ થાય છે તેવા પોલીસકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ કરવી પડે. જીવના જોખમ વચ્ચે પણ પોલીસકર્મીઓ લોકોની મદદ અને સેવા માટે ખડેપગે છે. બીજી તરફ સુરતના બેગમપુરા વિસ્તારમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં સ્થાનિક લોકો સાથે ઝઘડો કર્યો હતો. જે બાદમાં હોબાળો મચી ગયો હતો. લોકોએ આ પોલીસકર્મીનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને ફરતો કરી દીધો હતો. આ મામલાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. લૉકડાઉનમાં પોલીસ છેલ્લા 55 દિવસથી જે રીતે ખડેપગલે ફરજ બજાવે છે ત્યારે અનેક જગ્યાએ તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આવા અમુક પોલીકર્મીઓ પોલીસની બધી મહેનત પર પાણી ફેરવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી ગત રોજ બેગમપુરા વિસ્તારમાં ફરજ પર હતો. આ સમયે બેગમપુરા વિસ્તારમાં મહિલા બુટલેગરના અડ્ડા પર દારૂ પીધા બાદ આ પોલીસ કોન્સ્ટેબલે આખો વિસ્તાર માથે લીધો હતો. ગતરોજ રાત્રે દારૂના નશામાં લોકો સાથે જીભાજોડી કરતા લોકોએ પોલીસ કર્મચારીની દાદાગીરી વીડિયો ઉતારી લીધો હતો.

આ ઘટનાની જાણકારી મળતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી પણ બનાવના સ્થળ પર દોડી ગયા હતા. અહીં લોકોએ નશામાં ચૂર પોલીસકર્મીનો વીડિયો આ અધિકારીને બતાવ્યો હતો. જાહેરમાં એલફેલ બોલતા પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો લોકોએ વીડિયો બનાવતા પોલીસની આબરૂ છડેચોક ધજાગરા ઉડી ગયા હતા.

લૉકડાઉનના 55 દિવસ બાદ અપાયેલી થોડી છૂટછાટને ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓએ કમાણીનો અડ્ડો બનાવવા દારૂના અડ્ડાઓ શરૂ કરાવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે, આ બાબતથી પીઆઈએ હાથ ઊંચા કરી હું અજાણ હોવાનું કહેતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગતરોજ નશામાં ચૂર કોન્સ્ટેબલના બચાવમાં આખો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો