દિલ્હી NCBએ સુરતમાંથી રેસ્ટોરન્ટ ચલાવતા યુગલને પકડ્યું, પતિ-પત્ની કરતા હતા ડ્રગ્સનો ધંધો, તેમની પાસેથી અંદાજે 16-17 લાખનો નશીલો પદાર્થ ઝડપાયો

ગાંજો (Marijuana) શબ્દ સૌએ સાંભળ્યો છે, એક એવો છોડ જેનું સેવન કરવાથી નશો થાય છે. આ પ્રતિબંધિત છોડનો ઉપયોગ અત્યારસુધી તો સિગારેટમાં ફૂંકવા માટે અથવા તો અન્ય સ્વરૂપે થતો હતો પરંતુ સુરત શહેરમાં વધી રહેલા ડ્રગ્સના (Surat Drugs) ચલણે ગાંજાને પણ હાઇપ્રોફાઇલ બનાવી દીધો છે. સુરત શહેરમાંથી ગાંજાની હાઇબ્રિડ ગોળીઓ (Surat Couple Caught Selling Hybrid marijuana Tablets) વેચવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. જોકે, વેચનાર કોઈ કુખ્યાત ડ્રગ પેડલરો નથી પરંતુ એક દંપતિ છે. સુરતમાં દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને સુરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Surat SOG)ના સંયુક્ત ઓપરેશન દ્વારા (NCB Delhi Surat SOG Busted Marijuana Tablets Selling Scam) આ કપલને ઝડપી પાડવામાં આવ્યું છે. રેસ્ટોરાં ચલાવતું દંપતિ આ ટેબ્લેટના વેચાણનો વેપલો કરતા ઝડપાયું છે.

બનાવની વિગતો એવી છે કે દિલ્હીમાં NCBની ટીમ દ્વારા કોઈ ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કેસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમની તપાસમાં ખુલાસો થયો કે આ શખ્સોનું સુરતનું કનેક્શન છે જેથી તે તપાસ અર્થે દિલ્હી એનસીબીની ટીમે બે દિવસ થી સુરતમાં ધામા નાખ્યા હતા.

16-17 લાખ રૂપિયાનો માલ ઝડપાયો હોવાની શકયતા
દિલ્હી NCBની ટીમ સુરત આવતાની સાથે સુરત SOGનો સંપર્ક કરી બાતમીના આધારે અડાજણ માં રહેતા એક વેલસેટલ્ડ દંપતીની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કરણ કે આ દંપતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરતું હતું જેથી તેમની પાસેથી NCBની ટીમ દ્વારા 1 કિલો 900 ગ્રામ હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટ મળી આવી જેની અંદાજીત કિંમત 16-17 લાખ થી વધુ થાય છે અને સાથે કેટલાક ગ્રામ સરચ અને LSD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

આ મામલે સુરત SOG દ્વારા તમામ મુદામલ જપ્ત કર્યો અને દંપતીની તપાસ શરૂ કરી છે બાદમાં દિલ્લી NCB અને SOG દ્વારા પૂછપરછ કરી સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. દંપતીને દિલ્લી NCB દ્વારા ત્રણ દિવસ માટે ટ્રાંજિસ્ટ વોરંટથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવશે. આમ ઉડતા ‘પંજાબ’ની જેમ હવે ‘ઉડતા સુરત’ જેવી સ્થિતિ છે. સુરત પોલીસ સક્રિય છે પરંતુ શહેરમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ, ગાંજો, ચરસ ત્યારે જ વેચાતું હશે જ્યારે તેનો યુવાધનમાં ઉપયોગ થઈ રહ્યો છે.

નાર્કો આતંકવાદને ઓળખો
હકિકતમાં આ તમામ બાબતોના મૂળમાં નાર્કો ટેરર છે. નાર્કો ટેરર એટલે પાકિસ્તાન સહિતના દેશોની એક એવી ચાલ જેના દ્વારા ભારતના યુવાનોને બરબાદ કરવાનું કાવતરું રચવામા આવી રહ્યુ છે. ભારતમાં યુવાનોને ડ્રગ્સની લતમાં લગાડી અને તેમને આર્થિક, શારિરીક રીતે બરબાદ કરી દેવાનું આ કૌભાંડ છે. વધુમાં ડ્રગ્સના કરોડો અબજો રૂપિયાના કાળા કારોબાર થકી આતંકીઓને ટેરર ફન્ડિંગ મળે છે. તાજેતરમાં જ કચ્છ અને પોરબંદરમાંથી ઝડપાયેલું હેરોઇન તેનું તાદ્શ ઉદાહરણ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો