7000થી વધુ બીનવારસી મૃતદેહોને અગ્નિદાહ આપી ચૂક્યા છે આ સુરતી બિઝનેસમેન

મૃત લોકોનો મિત્ર છે આ બિઝનેસમેન

તમે દુનિયામાં એવા ઘણા બધા બિઝનેસમેન જોયા હશે જે માત્ર પૈસા પાછળ ભાગતા હોય, પંરતુ સુરતના વેનિલાલ માલવાલા બધા બિઝનેસમેનોથી એકદમ અલગ છે. પાછલા 18 વર્ષમાં વેનિલાલે શહેરમાંથી મળેલા 7000થી વધારે લાવારીશ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરાવ્યો છે. આ સેવા કાર્ય કરવા માટે વેનિલાલ પોતાનું ઝરી બિઝનેસનું કામ પણ સાઈડમાં મુકીને પોતાના ખર્ચે આ મૃત વ્યક્તિની સેવા કરે છે.

નિસ્વાર્થે મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાવે છેઃ આત્માની શાંતિ માટે યજ્ઞનું કરે છે આયોજન

નિસ્વાર્થે મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાવે છે

વેનિલાલનું અગ્નિ દાહ સેવા કેન્દ્ર દરેક મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે અદાજિંત 505 રૂપિયાનો ખર્ચ કરે છે. તેમણે 18 વર્ષ પહેલા આ કામ માટે ટ્રસ્ટની સ્થાપના કરી હતી, જે માટે હવે તેમને ડોનેશન પણ મળવા લાગ્યું છે. આ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, વર્ષ 1997માં હું એક વ્યક્તિનો જીવ નહોતો બચાવી શક્યો મને તે વાતનો અફસોસ રહી ગયો. તે વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસે મને હોસ્પિટલ જવામાં મોડું કરાવ્યું હતું. તે દિવસે મેં નક્કી કર્યું કે મારે મૃત્યુ બાદ ઓળખ ન થઈ શકે તેવા લોકો માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવી છે.

આત્માની શાંતિ માટે યજ્ઞનું કરે છે આયોજન

વેનિલાલે પોતાના ઉમદા કાર્ય વિશે વાત કરતા જણાવે છે કે, અમે અતૃપ્ત આત્માઓની શાંતિ માટે યજ્ઞ કરાવીને બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ. અસ્થિ વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે. અમે દર વર્ષે જાન્યુઆરીમાં એક એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા દ્વારા અંતિમ સંસ્કાર કરાયેલા લોકોના ફોટો ડિસ્પલે કરવામાં આવે છે. આ કાર્યથી અમારા દ્વારા અગ્નિદાહ અપાયેલા મૃતલોકોના પ્રિયજનોને તેમને ઓળખવામાં મદદ મળે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો