તાપી જિલ્લામાં 50,000ની રોકડી કરતા PI અને PSIને એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા, ભાઈ-બહેનની તકરારનો લાભ લેતા ભરાયા

સતત પોલીસ વિભાગ દ્વારા લોકોને પૈસા લઈને તેમને પાસે લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદો આવી રહી છે ત્યારે સુરત એ.સી.બી સુરત નજીક આવેલા તાપી જિલ્લાના વ્યારા ખાતે પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પ્રતીક અમીર કરીને પીઆઇ અને તેમની સાથે પ્રવિણકુમાર મકવાણા નામના પીએસઆઇને ૫૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. વાલોડ જિલ્લામાં જમીન મેટરમાં ભાઈ બહેનના ઝગડામાં પર કરવામાં આવેલી FIR રદ કરવા માટે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ આ મામલે એસીબીમાં ફરિયાદ કરતા પોલીસે લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા લાંબા સમયથી સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ લોકોના કામ કરવા માટે લાંચ માંગતા હોય છે, જેને લઇને ગુજરાત એસટી વિભાગ દ્વારા સતત આવા કર્મચારીઓને પકડી પાડવા માટેની ડ્રાઈવ કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ સુરત નજીક આવેલા તાપી જિલ્લાના પોલીસ અધીક્ષકની કચેરીમાં તરીકે ફરજ બજાવતા પ્રતિક એમ અમીન રીડર શાખામાં હતા ત્યારે તેમની સાથે પ્રવિણકુમાર મકવાણા જ સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારા ખાતે ફરજ બજાવતા હતા, ત્યારે જમીન મેટર બાબતે ભાઈ-બહેનને તકરાર ચાલતી હતી, તેમાં ફરિયાદી, ફરીયાદીના ઓળખીતા બહેને આ કામના ફરીયાદીને મદદ કરવા કહેલ, જેથી આ કામના ફરીયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવેલી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપેલ હતો.

ઉપરોક્ત જણાવેલ પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીગ હોવાથી અને ગુનાની તપાસ પીએસઆઇ પ્રવીણ મકવાણા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રિપોર્ટ અને અભિપ્રાય મોકલવા માટે પી.આઇ.ઓ.ની કંપની દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, ત્યારે આજે ફરિયાદીએ પ્રથમ ૫૦ હજાર અને એક અઠવાડિયા પછી પચાસ હજાર આપવાનું નક્કી કરીને આ મામલે સુરત એસીબીમાં ફરિયાદ આપી હતી.

આ ફરિયાદના આધારે આજરોજ 50000 બેઠા સમયે પી.આઇ અને પીએસઆઇ છટકામાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. જો કે તાત્કાલિક એસીબીએ આ બંને અધિકારીઓની ધરપકડ કરી તેમના વિરોધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો