એક યુવકની બહાદુરીએ અનેક લોકોના જીવ તો બચાવ્યા સાથે-સાથે આંગડીયા પેઢીના કરોડો રૂપિયાના મુદ્દામાલને પણ લૂટતા બચાવ્યો, જોકે અફસોસની વાત એ છે કે યુવકને ગોળી વાગી હોવા છતાં ના તો આંગડીયા પેઢીના સંચાલકો ખબર કાઢવા આવ્યા કે ના તો લક્ઝરી બસના સંચાલકો. પરંતુ સમાજના લોકોએ યુવકના આ કાર્યને બિરદાવ્યું છે.
24 તારીખની વહેલી સવારે ભાવનગરથી સુરત આવી રહેલી જય ગોપાલ ટ્રાવેલ્સની લક્ઝરી બસને અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે લુટારાઓએ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. પેહેલેથી જ લુટના ઈરાદે બસમાં બેઠેલા લુટારુઓ પેકીના એક લૂંટારાએ બસને નિયત કરેલી જગ્યા પર અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે ઉતારવાનું છે કહીને રોકી હતી. જોકે બસ રોકાતાજ એક કારમાં તરત જ અન્ય લુટારુઓ આવી ગયા હતા અને ડ્રાયવરને બંદુક બતાવતા ડ્રાયવર બસમાંથી ઉતરીને ફરાર થઇ ગયો હતો. જોકે ક્લિનરએ બચાવો બચાઓની બુમ પડતા બસમાં સૂતેલો અનિલ ડાંગર નામનો યુવક આગળ આવ્યો હતો અને તરત જ લક્ઝરી બસનો દરવાજો બંધ કરી આડો ઉભો રહી ગયો હતો. જોકે લુટારૂંઓએ બંદુક કાઢી ફાયરિંગ કરવાની ધમકી આપવા છતાં અનીલ ત્યાજ ઉભો રહ્યો હતો. આખરે લૂંટારૂઓએ એક બાદ એક ત્રણ ફાયરીંગ કર્યા હતા. જે પેકીની એક ગોળી અનિલના હાથના પંજાને ચીરીને આરપાર નીકળી ગઈ હતી છતાં યુવક અનિલે બહાદુરી પૂર્વક લુટારુઓનો સામનો કર્યો હતો અને લોહી લુહાણ હોવા છતાં દરવાજા પાસેથી ખસ્યો નહતો. જોકે બુમાબુમ થતા આખરે લુટારુઓ કારમાં ભાગી છૂટ્યા હતા.
લૂટારૂંઓ જે બસને લૂંટવા આવ્યા હતા. એ બસમાં ચાર જેટલી આંગડીયા પેઢીના કર્મચારીઓ કરોડોનો મુદ્દામાલ લઇ ભાવનગરથી સુરત આવી રહ્યા હતા. ઉપરાંત 45 જેટલા અન્ય મુસાફરો પણ બસમાં હતા. લૂંટારુઓ જો બસમાં ચઢવામાં સફળ થયા હોત તો કદાચ આંગડીયા પેઢીના કર્મચારીનાં માલસમાન સાથે જીવને પણ જોખમ હતું. સાથે-સાથે અન્ય 45 જેટલા મુસાફરોના જીવને પણ જોખમ હતું, પરંતુ એક યુવકની બહાદુરીને કારને જાનહાની તો ટળી સાથે સાથે કરોડોનો મુદ્દમાલ પણ બચી ગયો, જોકે ઈજાગ્રસ્ત યુવક અનિલ ડાંગર હાલ કામરેજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ અફસોસ એ વાતનો છે કે કરોડોનો મુદ્દામાલ બચાવનાર અનિલ ડાંગરની ખબર કાઢવા ચાર પેકીના એક પણ આંગડીયા પેઢીના સંચાલક એક બસના સંચાલક આવ્યા નથી ત્યારે યુવકની આ બહાદુરીથી કામરેજ માલધારી સમાજ ગૌરવ અનુભવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..