સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવાર નવાર મારામારી, લૂંટ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં મિત્રોની મસ્તીના કારણે એક યુવકનો જીવ ગયો છે. આ ઘટના સુરતના પલસાણા વિસ્તારની છે. 15 દિવસ પહેલા એક કારીગરે તેના સહકર્મચારીના ગુદામાર્ગની અંદર પાઇપ નાખીને હવા ભરી હતી. આ ઘટના યુવકની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ આખરે આ ઘટનામાં દર્દીનું મોત થયું હતું. તેથી આ ઘટનાને લઈને પોલીસે સહકર્મી વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કર્યો છે.
રિપોર્ટ અનુસાર પલસાણા તાલુકામાં બલેશ્વર ગામ આવેલું છે. આ ગામમાં ફરહાન પાર્ક સોસાયટીમાં મહંમદ શાહબુદ્દીન નામનો યુવાન રહેતો હતો અને તે પલસાણાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. 30 જાન્યુઆરીના રોજ જ્યારે શાહબુદ્દીન સૂતો હતો તે સમયે તેના સહકર્મી કૃષ્ણા ચૌધરી દ્વારા મજાકમાં શાહબુદ્દીનના ગુદામાર્ગમાં પાઇપ નાખીને હવા ભરવામાં આવી હતી. આ ઘટના બાદ શાહબુદ્દીન અને પેટનો દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક છેલ્લા 17 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની તબિયત વધારે લથડી હોવાના કારણે તેનું 17 ફેબ્રુઆરીના રોજ શાહબુદ્દીનનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ ઘટનામાં આરોપીને કેટલા દિવસમાં પકડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઘણી વખત મિત્રોની મજાક મસ્તીના કારણે યુવકોનો જીવ ગયો હોવાના કિસ્સાઓ સામે આવે છે. આ ઘટનામાં સહકર્મચારીની એક નાની એવી મજાકના કારણે યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, ઘણી વખત બર્થડે પાર્ટી દરમિયાન પણ બર્થ-ડે બોયને તેના મિત્રો દ્વારા બર્થ-ડે બમ્પ આપવામાં આવે છે. આવી ઘટનાઓમાં પણ ક્યારેક યુવકને ગંભીર ઈજા થઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..