લગ્ન બાદ સાસરીયાઓ દ્વાર પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. તો ઘણા કિસ્સાઓમાં તો કરિયાવરના લાલચુ સાસરીયાઓ પરિણીતાને માર મારીને ઘરને બહાર કાઢી મૂકતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સુરતમાં સાસરીયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પરિણીતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પરિણીતાનો આરોપ છે કે, તેનો પતિ તેના કરતા ભાભી સાથે વધારે સમય વિતાવતો હતો. આ ઉપરાંત સાસરીયાઓ 5 લાખ રૂપિયાના કરિયાવરની માગણી કરતા હતા.
રિપોર્ટ અનુસાર સુરતના પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 22 વર્ષની વર્ષા(નામ બદલ્યું છે) તેના પરિવારના સભ્યોની સાથે રહે છે. વર્ષાના લગ્ન સમાજના રીત-રીવાજથી વિશાલ(નામ બદલ્યું છે.) નામના એક યુવકની સાથે થયા હતા. વર્ષાને એમ હતું કે, વિશાલ અને તેના પરિવારના સભ્યો તેને લગ્ન બાદ ખૂબ જ સારી રીતે સાચવશે. વર્ષાના પિતાએ પોતાની કેપેસીટી અનુસાર દીકરીનું કન્યાદાન કર્યું હતું. ત્યારબાદ દીકરીને સાસરે વળાવી હતી. વર્ષાને ક્યા ખબર હતી કે તેના સાસરીયાઓ કરિયાવરના ભૂખ્યા નીકળશે. લગ્નના થોડા સમય સુધી વર્ષાને ખૂબ જ લાડકોડથી રાખવામાં આવી. વિશાલ તેના મોટાભાઈ-ભાભી અને માતા-પિતા સહિત સંયુક્ત કુટુંબમાં રહેતો હતો.
લગ્નમાં થોડા સમય બાદ જ સાસુ વર્ષાને કહેતી હતી કે, તું કરિયાવરમાં કઈ લાવી નથી. સારી રીતે રહેવું હોય તો કરિયાવરમાં તારા બાપ પાસેથી 5 લાખ રૂપિયા લેતી આવ નહીં તો તારે અહિયાં રહેવું અઘરું પડી જશે. આ ઉપરાંત વર્ષાનો જેઠ અને જેઠાણી વિશાલને ભડકાવતા હતા. તેથી વિશાલ મોટાભાઈ અને ભાભીની વાતમાં આવી હતો હતો અને વર્ષાની સાથે ઝઘડો કરવા લાગતો હતો. તે વર્ષાને માર પણ મારતો હતો. સાસરીયાઓનો ત્રાસ વધતા વર્ષા તેના પિયર ચાલી ગઈ. એક વર્ષ સુધી પિયરના ઘરે રહેવા ગયા છતાં પણ સાસરીયાનો ફોન આવ્યો નહીં. તેથી વર્ષાના પરિવારના સભ્યોએ સમાજના આગેવાનોની મદદથી સમાધાન કર્યું. ત્યારબાદ ફરીથી તે સાસરે રહેવા ચાલી ગઈ હતી.
સમાધાન બાદ ફરીથી સાસરિયાનો ત્રાસ શરૂ થઇ ગયો. વિશાલ તેની ભાભી કહે તે પ્રમાણે જ વર્ષા પર ત્રાસ ગુજારતો હતો. વિશાલ વર્ષા સાથે ખૂબ જ ઓછો સમય પસાર કરતો અને વધારે તે ભાભીની સાથે જ રહેતો હતો. વર્ષાએ આક્ષેપ કર્યો કે, મારા પતિ મારા સુતા બાદ ભાભીની પાસે ચાલ્યા હતા અને હું આ બાબતે કઈ પણ પૂછું તો મને માર મારતા હતા. સાથે તે એવું પણ કહેતા કે હું ભાભીની સાથે જ રહેવાનો છું મને કઈ ફરક પાડવાનો નથી. આ ઉપરાંત વર્ષાએ વિશાલના ભાઈ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વિશાલના મોટા ભાઈએ દારુના નશામાં ઘરે આવતા અને ગાળો આપીને ત્રાસ આપતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..