સુરતમાં પતિના ભાભી સાથેના અનૈતિક સબંધથી પરેશાન મહિલાએ ભર્યું ખૌફનાક પગલું, 4 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક માતાએ પોતાના 4 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના સામે આવી છે. મૃતક મહિલાએ અંતિમ પગલુ ભરતા પહેલા સ્યૂસાઈડ નોટમાં પતિના અનૈતિક સબંધનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના રાંદેર રોડ પરના એપાર્ટમેન્ટમાં પતિથી અલગ રહેતી મહિલાએ આપઘાત કરતાં પહેલા પોતાના બાળકનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. મૃતક મહિલાએ સ્યૂસાઈડ નોટમાં પતિના અફેર અંગે પણ માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

મૃતક મહિલાના પિતા અરવિંદ પરમારે જણાવ્યું કે, મારી દીકરી પિન્કી અને રિશુ સવારે ઊઠ્યા નહોતા. આથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો, ત્યાંથી દોડી આવ્યો હતો. જે બાદ 108ને જાણ કરી હતી, જેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.

પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લાં સાડા ત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રીમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે, જેથી તેને સજા થવી જોઈએ.

મારા ઢીંગલાને મારી નાંખતા હાથ ધ્રૂજતા હતા
કાશ! સતીશ, તું સમજત, તારી મા પણ સમજત. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં. શું કામ મારી જિંદગી બરબાદ કરી? ભાવના સાથે તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારી માએ.

મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. તે જીવત તો તેની જિંદગી બરબાદ થઈ જત. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારી નાખતા વખતે હું બહુ રડતી હતી. મારો દિલનો ટૂકડો, મારી જાન મારો રિશુ, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો