માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના: સુરતમાં મોબાઈલ લઈ લેતા 16 વર્ષની સગીરાને માઠુ લાગતા આપઘાત કરી લીધો

આજ કાલ મોબાઈલ વગર જાણે જીવવું મુશ્કેલ બની ગયું હોય તેમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ મોબાઈલ વગર રહી નથી શકતા. મોબાઈલ માટે એક વિદ્યાર્થીનીએ માતા-પિતાના 16 વર્ષના પ્રેમને પણ ભુલી જીવન ટુંકાવી દીધાની ઘટના સામે આવી છે. માતા-પિતા માટે એક ચેતવણી સમાન ઘટના શહેરના વેડરોડ વિસ્તારનીછે, જ્યાં 16 વર્ષની સગીરાએ સામાન્ય વાત પર માઠુ લગાડી આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં વેડરોડ વિસ્તારની આનંદ પાર્ક સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લાગી આવતા આકરું પગલું ભરી લીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિગતે ઘટનાની વાત કરીએ તો, મોડી સાજે પિતાએ દીકરીને મોબાઈલને લઈ ઠપકો આપ્યો તેમાં દીકરી રીસાઈ ગઈ અને પોતાના રૂમમાં જઈ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો. થોડા સમય માટે તે રૂમમાં કોઈ હિલચાલ ન થતા પિતાએ દરવાજો ખોલી જોયું તો, 16 વર્ષીય ખુશ્બુ ફંદા પર લટકેલી હાલતમાં મળી આવી હતી. દીકરીના પિતા ક્રિપા શંકર ઉપાધ્યાય ત્યારબાદ તાત્કાલિક તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, મૃતક સગીરા ધોરણ-11ની વિદ્યાર્થીની હતી.

આ મામલે પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી, સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ આપઘાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આવી જ એક આપઘાતની ઘટના અડાજણ વિસ્તારમાં સામે આવી હતી, જેમાં અડાજણ જલારામ બાપાના મંદીરની સામે રિદ્ધી રેસિડેન્સીના ફલેટ નંબર- 305માં 33 વર્ષીય જયોતિબેન ગોપાલદાસ છેલ્લાં ચાર વર્ષથી એકલા રહેતા હતા અને જવેલરી ડિઝાઇનરનું કામ કરતા હતા. બુધવારે ફલેટમાંથી દુર્ગંધ આવતા રહીશોએ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. પોલીસ કાફલો અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડે દરવાજા તોડી પ્રવેશ કરતા બેડરૂમ માંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો