દુનિયામાં પહેલી વાર ડોક્ટરોએ કર્યો ચમત્કાર, માનવ શરીરમાં ડુક્કરની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, ડૉક્ટરોને મળી મોટી સફળતા

મેડિકલ સાયન્સની દુનિયામાંથી એક મોટી ખબર સામે આવી છે. અમેરિકન ડોક્ટરોને એવી સફળતા મળી છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ શકો છો. ડોકટરોએ માનવ શરીરમાં ડુક્કરની કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ સફળતા બાદ માનવ શરીરમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની ગંભીર ઉણપને દૂર કરી શકાશે. તમામ ટેસ્ટ્સ બાદ ડોક્ટરોનું કહેવું છે કે માનવ શરીરમાં ડુક્કરની કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિએ ડુક્કરના આ અંગને સ્વીકાર્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખરેખર પ્રથમ વખત, ડુક્કરની કિડની સફળતાપૂર્વક માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક શહેરના એનવાયયુ લેંગેન હેલ્થમાં ડુક્કર સાથે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેના જીનમાં ફેરફાર કરવામાં આવ્યો હતા જેથી માનવ શરીર તેના અંગને તરત જ નકારી ન શકે.

આ ટ્રાન્સપ્લાન્ટ બ્રેન ડેડ દર્દીમાં કરવામાં આવ્યું હતું જેની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લાઇફ સપોર્ટ ઉતારતા પહેલા તેના પરિવારે ટેસ્ટ માટે પરવાનગી આપી હતી. ત્રણ દિવસ સુધી નવી કિડની તેની રક્તવાહિનીઓ સાથે જોડાયેલી હતી અને તેના શરીરની બહાર મૂકવામાં આવી હતી. ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટને સામાન્ય જાહેર કર્યું.

યુ.એસ. માં યુનાઈટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ મુજબ, અંદાજે 1,07,000 લોકો હાલમાં અંગ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, 90,000 થી વધુ લોકોને કિડનીની જરૂર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીએ સરેરાશ ત્રણથી પાંચ વર્ષની રાહ જોવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો