મુંબઈની ઝૂંપડીમાં રહેતી મહિલા આજે દુનિયાની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટમાં કરે છે કામ, વાંચો તેની સંઘર્ષથી સફળતાની કહાની

કમ્પ્યુટર ખરીદવા માટેના સંઘર્ષથી લઈને દુનિયાની સૌથી અગ્રેસર ટેક કંપનીમાં કામ કરવા સુધી મહિલાની સંઘર્ષની કહાની વાંચીને તમને જરૂરથી પ્રેરણા મળશે જ. શાહીના અત્તરવાલા માઈક્રોસોફ્ટ કંપનીમાં પ્રોડક્ટ ડિઝાઈન મેનેજર છે. તેણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, તે કેવી રીતે મુંબઈની ઝૂપડીઓમાં ઉછરીને આઝે મુંબઈના આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે.

શાહીના અત્તરવાલાએ હાલમાં જ નેટફ્લિક્સની એક સીરિઝમાં પોતાના જૂના ઘરને જોયું હતું અને જે બાદ તેણે પોતાના ભૂતકાળ અંગે ટ્વિટર પર માહિતી શેર કરી હતી. શાહીનાએ ટ્વીટ કરતાં લખ્યું કે, નેટફ્લિક્સની સીરિઝ ‘બેડ બોય બિલિયોનેર્સઃ ઈન્ડિયા’એ મુંબઈના સ્લમ વિસ્તારનો બર્ડ આઈ વ્યૂ દેખાડ્યો છે. મારો ઉછેર અહીં થયો હતો અને 2015માં મારું જીવન બનાવવા માટે હું એકલી જ અહીંથી નીકળી ગઈ હતી. ફોટોમાં દેખાતા ઘરોમાંથી એક ઘર મારું છે.

એનડીટીવી સાથેની વાતચીતમાં અત્તરવાલાએ જણાવ્યું કે તે બાંદ્રા રેલવે સ્ટેશનની પાસે દર્ગા ગલી સ્લમમાં રહેતી હતી. તેના પિતા એક તેલના ફેરિયા હતા, જેઓ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા. તેણે કહ્યું કે, સ્લમમાં જીવન ખુબ જ મુશ્કેલ હોય છે અને અનેક ખરાબ સ્થિતિનો સામનો કરવો પડે છે. જેમાં જેન્ડર બાયસ, અને યૌન ઉત્પીડન પણ સામેલ છે. પણ સાથે તેણે મને ભણવાની અને મારા જીવનને અલગ રીતે ડિઝાઈન કરવાની જીજ્ઞાસા પણ આપી હતી.

વધુમાં શાહીનાએ કહ્યું કે, 15 વર્ષની ઉંમરે મેં જોયું કે અનેક મહિલાઓ અસહાય હતી, તેઓ કોઈના પર આધાર રાખતી હતી, તેમને ગાળો બોલાતી હતી અને તેઓને પોતાની પસંદ નક્કી કરવાની સ્વતંત્રતા ન હતી અને આ પ્રકારે તેઓ પોતાનું જીવન જીવતી હતી. પણ મને આ રીતે જીવન જીવવાનું પસંદ ન હતું. મેં જ્યારે પ્રથમ વખત કમ્પ્યુટર જોયું ત્યારે જ હું તેના પ્રત્યે આકર્ષાઈ ગઈએ હતી. હું માનું છે કે, કમ્પ્યુટર ખુબ જ મહાન સ્તરનું હોઈ શકે છે, જે વ્યક્તિ તેની સામે બેઠો હશે તેને તક મળશે.

જે બાદ શાહીનાએ પિતાને ઉધાર લેવા માટે મજબૂર કર્યાં કે જેથી તે કમ્પ્યુટર ક્લાસમાં જોડાઈ શકે. પોતાના માટે કમ્પ્યુટર ખરીદવા માટે તેણે બપોરનું જમવાનું પણ છોડી દીધું હતું અને ઘરે પણ તે ચાલતી આવતી હતી, જેથી કરીને પૈસા બચી શકે. આ ઉપરાંત અત્તરવાલાએ કહ્યું કે, મેં પ્રોગ્રામિંગ છોડી દીધું હતું અને ડિઝાઈનમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. કેમ કે ડિઝાઈને મને વિશ્વાસ અપાવ્યો કે સંભાવનાઓ ઉપસ્થિત છે અને વસ્તુઓ બદલી શકે છે અને આ બદલાવ માટે ટેકનલોજી એક ટૂલ છે.

અનેક વર્ષો સુધી આકરી મહેનત કર્યાં બાદ તે અને તેનો પરિવાર એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા હતા. તેણે ટ્વિવટર પર લખ્યું કે, મારા પિતા એક ફેરિયાથી લઈને રસ્તાઓ પર સૂવાને કારણે અમે માંડ સપનાઓ જોઈ શકતા હતા. પણ નસીબ, આકરી મહેનત અને કયું યુદ્ધ લડવું તે સૌથી વધારે અગત્યનું છે.

આજે તે યુવાન છોકરીઓને જણાવવા માગે છે કે, શિક્ષણ, સ્કીલ અને કરિયર હાંસલ કરવા માટે જે કાંઈ પણ કરવું પડે તે કરો, અને આ વસ્તુ જ યુવાન છોકરીઓ માટે મોટી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત પિતાના સમર્પણ અને કઠોર પરિશ્રમ બદલ તેમનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, તેમની પાસે કોઈ શિક્ષણ ન હતું, પણ તેમની પરફ્યુમની કળાએ બધું બદલી દીધું હતું. અનેક દાયકાઓ સુધી સ્લમમાં રહ્યા બાદ, તેઓની ધીરજ અને બલિદાને અમને એક સારું જીવન જીવવા માટે મદદ કરી. અમે બચત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને જ્યાં જરૂરી હતું ત્યાં બલિદાન પણ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો