ઓસ્ટ્રેલિયાના નાનકડાં ગામની કાયાપલટ, પટેલ કપલની કમાલની કામગીરી

કોઇ યુવાન કે યુવા કપલ ગુજરાતના કોઇ ગામમાં પલાઠી મારીને ગામનો વિકાસ કરતા હોય તે નવી વાત નથી. આજે અંદાજિત 100થી વધુ કપલ ગુજરાતમાં જોવા મળે છે જેઓ શહેરની ઝાકમઝોળને છોડીને ગામડાંમાં રહેતા હોય અને ગામનો વિકાસ કરતા હોય. પરંતુ નવાઇની વાત અહીં એ છે કે, ગુજરાતના એક કપલે ઓસ્ટ્રેલિયાના ગામની કાયાપલટ કરી છે. અહીં વાત થઇ રહી છે રમીલા બહેન અને ગોવિંદભાઇ રાબડિયાની, જેઓએ દરિયાપાર કમાલ કરી દેખાડી છે.

સ્થાનિક લોકો ગણે છે પોતાના

– ગુજરાતના કંબોઇ નામનું ગામ છે, તેવી રીતે ઓસ્ટ્રેલિયામાં કંબોઇન નામનું ગામ છે. જે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પોર્ટ મેકવેરી વિસ્તારની દક્ષિણ-પશ્ચિમે આવેલું છે.

– રમીલા બહેન અને ગોવિંદભાઇએ આ ગામના રહીશોને પ્રેમથી જીતી લીધા છે. સ્થાનિક લોકો આ કપલને પોતાનું ગણે છે.

– શરૂઆતના સમયમાં આ ગામ સુખી હતું, પરંતુ ડેરી ઉદ્યોગ બંધ થતાં ગામની પડતી થઇ. ગામના લોકો શહેર તરફ વળ્યા અને ગામ તૂટવા લાગ્યું.

– આ ગામના ખેડૂત ડોન ઇવાન્સ કહે છે કે, આ કપલે ગામને નવજીવન આપ્યું છે.

ત્રણ વર્ષ પહેલાં ગોવિંદભાઇએ અહીં ગ્રોસરી અને ફ્યૂઅલ સ્ટેશન સાથે બંધ થઇ ગયેલો સ્ટોરી ખરીદ્યો.

બંધ થયેલો ગ્રોસરી સ્ટોર ખરીદી કરી શરૂઆત

– ત્રણ વર્ષ પહેલાં ગોવિંદભાઇએ અહીં ગ્રોસરી અને ફ્યૂઅલ સ્ટેશન સાથે બંધ થઇ ગયેલો સ્ટોરી ખરીદ્યો.

– ગોવિંદભાઇ મોટર મેકેનિકનો અભ્યાસ કરવા મેલબોર્ન ગયા હતા. અભ્યાસ પછી ચાર વર્ષ મેલબોર્ન રહ્યા, ત્યારબાદ અહીં આવ્યા.

– તેઓને અહીં સેટ થતાં એક વર્ષ જેટલો સમય લાગ્યો અને પડકારોનો પણ સામનો કર્યો.

કંબોઇન ગામના સ્થાનિકો પણ આ કપલના વખાણ કરતા થાકતા નથી.

લોકો દુકાનમાં પ્રવેશ કરતાં ખચકાતા

– શરૂઆતમાં લોકો તેમની દુકાનમાં પ્રવેશ કરતાં ખચકાટ અનુભવતા. પરંતુ રમીલાબહેન અને ગોવિંદભાઇ લોકોનો વિશ્વાસ જીતવા માટે સફળ રહ્યા.

– ગામના લોકોએ ગોવિંદભાઇને પ્રોત્સાહિત કરી, કેટલાંક કાફૅ શરૂ કરાવ્યા. પોતાના સ્ટોરમાં સ્થાનિક લોકોને રોજગારી આપી.

– ગોવિંદભાઇ જણાવે છે કે, અહીં તેઓને કચ્છ જેવું જ લાગે છે, લોકો એકબીજાંને ઓળખતા હોય છે. અહીંના લોકો પણ ખૂબ જ પ્રેમાળ છે.

– કંબોઇન ગામના સ્થાનિકો પણ આ કપલના વખાણ કરતા થાકતા નથી. ડોન ઇવાન્સ જણાવે છે કે, જ્યારે ગોવિંદભાઇ અને રમીલાબહેને અહીં આવીને સ્ટોર શરૂ કર્યો, ત્યારબાદ ગામની કાયાપલટ થઇ.

– આ ખૂબ જ નાનું ગામ છે, અહીં એકાદ કોફી શોપ, એક કોમ્યુનિટી સેન્ટર અને એક હાર્ડવેર સ્ટોર હતો. જ્યારે વર્તમાનમાં પરિસ્થિતિ તદ્દન અલગ છે. અહીં કોફી શોપ્સ, ફ્યૂઅલ હોવાના કારણે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. આખુ ગામ આ કપલને ખૂબ જ ચાહેર છે. હવે અમે તેમના આવનારા બાળકની રાહ જોઇ રહ્યા છીએ, જેથી તેની ઉજવણી કરી શકીએ.

ગામના લોકોએ ગોવિંદભાઇને પ્રોત્સાહિત કરી, કેટલાંક કાફૅ શરૂ કરાવ્યા. પોતાના સ્ટોરમાં સ્થાનિક લોકોને રોજગારી આપી.

(સૌજન્યઃ રમેશ તન્ના, ફેસબુક) (સહ સૌજન્ય એસબીએસ રેડિયો – ઓસ્ટ્રેલિયા, હરિતા મહેતા)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર