સુરત ના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ મા ખૂબજ ભયંકર આકસ્મિક આગ લાગવાના કારણે દુખઃદ ઘટના બની છે. આ દુખઃદ ઘટના મા અમારા ઘરની દિકરી સ્વઃ રૂમી(રાધી) રમેશભાઈ બલર (ઉંમર વર્ષ 17) નું અવસાન થયેલ છે.
રૂમી એ ધોરણ 12 નો અભ્યાસ પી. પી. સવાણી સ્કૂલ માં પુરો કર્યો હતો. આગળ એને પેઇન્ટિંગ નો શોખ હોવાથી એમાં અભ્યાસ કરવા માગતી હતી એના માટે ઘરના લોકો નો પણ પૂરો સાથ સહકાર હતો. પેઇન્ટિંગ એકસીબીશન માં રૂમી ના બનાવેલા પેઇન્ટિંગ લોકો ને પસંદ આવ્યા હતા અને લોકો એ ખરીદ્યા પણ હતા. આગળના અભ્યાસ ની તયારી માટે તે તક્ષશિલા આર્કેડ મા ચાલતા કલાસિસ માં જતી હતી.
તા. 24.05.2019 ના તક્ષશિલા આર્કેડ માં આગ લાગી તે સમયે રૂમી ત્યાં હતી. તેણી એ સમયે પોતાના પીતા ને કોલ કરીને જાણ કરી હતી અને એમના પિતા ત્યાં પહોંચ્યા અને રૂમી ને બચાવવા ના બનતા પ્રયાસ કર્યો હતો પણ એ પહેલાં આગ પૂરી બિલ્ડીંગ મા ફરી વળી હતી.
રૂમી એ પોતાની સૂઝ થી 2-3 બાળકો ને બારી પાસે લઈ જય કુદાવી બચાવ્યા હતા. (એમાંથી એક નુ નામ છે ત્રીશા જયેશ ભાઈ પટેલ). રૂમી ના પરીવાર માં એમના પિતાજી અને એમના બે ભાઇઓ છે. ત્રણ ભાઈઓ ના પરીવાર માં સાત છોકરાઓ અને એક છોકરી રૂમી હતી. પરીવાર ની એક ની એક દિકરી નું આઘટના માં અવસાન થયું. એમના પરીવાર પર દિકરી ના રહેતા પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય એવું દુઃખ આવી પડ્યું.
આ ઘટના માં 19-20 બાળકો ના મૃત્યુ થયા અને બીજા ધણા બાળકો જીંદગી અને મૃત્યુ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આ માટે જવાબદાર કોણ??? જ્યાં થી આગ લાગી એ જીઈબી નું સપ્ટેશન. એ માટે જવાબદાર ડીજીવીચીએલ. કે પછી આગ લાગ્યા પછી 45 મીનીટે પોંહચનાર ફાયર બ્રિગેડ કે જેમની પાસે ન હતું પૂરતું પાણી અને ચાર માળ ચડવાની સીડી ઓ કે ન હતા પુરતા હાઈડ્રોલિક પંપ..
એ માટે જવાબદાર ફાયર બ્રિગેડ?? કે પછી જેમણે ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવ્યું એ બિલ્ડર્સ?? કે પછી જમણે બિલ્ડિંગ ની સેફ્ટી જોયાવગર બિલ્ડિંગ બનાવવા ની મંજૂરી આપી એ અધિકારી ઓ અને મહાનગર પાલિકા?? કે પછી જેમના અંડર મા આ બધું આવે છે એ આપણી સરકાર કે જે વિકાસ ની વાતો કરે છે?? ગુજરાત એક વિકાસ મોડેલ તરીકે આખા દેશમાં ઓળખાય છે જ્યા ચાર માળ સઢવાની સીડી ફાયર બ્રિગેડ પાસે નથી.. કયા ગયો વિકાસ??
અમારી પાસે વિશ્વ ની ઊચી પ્રતિમા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે, અમને એ વાત નો ગર્વ છે પણ તેના કરતાં વધારે દુખ ની વાત એ છે કે ચાર માળ સુઘી પહોંચી સકે તેવી લોખંડ ની સીડી ફાયર બ્રિગેડ વાળા પાસે નથી..
આ માટે જવાબદાર અને કરપ્ટ અધિકારી, બિલ્ડર, ફાયર બ્રિગેડ, જીઈબી, સુરત મહાનગરપાલિકા અને ગવર્મેન્ટ ના અધિકારીઓ ને સજા થવી જોઈએ… જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે અને બીજા પરીવાર બાળકો વિહોણા ના થાય…
આ માટે સરકારે આ બાળકો ના 40-50 પરીવાર ને ન્યાય આપવો પડશે.
માનનીય મુખ્ય મંત્રી સાહેબ ને મારે એટલું જ કેવાનુ કે અમને 4 લાખ રૂપિયા ની જરૂર નથી અમારી દિકરી ની કિંમત તમે ના કરો એની ખોટ અમારા પરીવાર ને છે એ તમારા 4 લાખ રૂપિયા નહીં ભરી શકે. એના કરતાં તમે એ 4 લાખ રૂપિયા ના ફાયર બ્રિગેડ માટે સાધનો વસાવો જેથી કરીને ભવિષ્યમાં આવી રીતે સરકારી બેદરકારી ના લીધે કોઈ નો પરીવાર બાળકો વગર નો ના થાય.
એક બાળકી વિહોણા પરીવાર ના જય શ્રી કૃષ્ણ…