12 વર્ષ પૂર્વે પતિની થયું મૃત્યું, દિકરીની કીડની ફેલ થઇ અને દિકરો દૃષ્ટિહીન થયો આવી આફતો વચ્ચે એકલી ઝઝૂમતી એક માતા

એમ કહેવાય છે કે, આફત આવે તો ચારેય બાજુથી આવે. એવી જ કંઇક કહાની છે, અંજારના કૌશલ્યાબેનની. બાર વર્ષ અગાઉ પતિ કનૈયાલાલ ગાંધીધામથી આવતા હતા ત્યારે ધુળેટીના દિવસે આંખમાં કેમિકલયુક્ત રંગ જતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા, જે આખરે છ મહિના બાદ અમદાવાદ ખાતે મૃત્યુ પામ્યા. ત્રણ સંતાનને ઉછેરવાની જવાબદારી આવી પડી કૌશલ્યાબેન પર.

અંજારની કે.જી.માણેક સ્કૂલમાં પટાવાળા તરીકે માત્ર રૂપિયા પંદરસોમાં નોકરી શરૂ કરી. થોડી આવકમાં ગુજરાન ચલાવતા હતા ત્યાં 2011માં નાની દીકરી જાગૃતિની કિડની ફેલ જતા, અને દીકરાને લકવાની અસર થતાં બંને સંતાનોએ નજર ગુમાવી.

કૌશલ્યાબેનના પતિ 12 વર્ષ પૂર્વે મૃત્યું પામ્યા, દિકરીની કીડની ફેલ થઇ: દિકરો દૃષ્ટિહીન થયો. ગુજરાન ચલાવવા શાળામાં પ્યુન તરીકે નોકરી શરૂ કરી તે સમયે બંનેએ નજરો ગુમાવતા આભ તુટ્યો

માત્ર 10 ટકા જ વિઝન હોવાનુ ડોકટરે જણાવતા માતા પર આભ તુટી પડ્યું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિમ્મત રાખીને આજે છેલ્લા ચાર વર્ષથી જાગૃતિને આઠ દિવસમાં બે વખત આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે લઈ જાય છે. મોટી દીકરીને સારું ઘર શોધીને પરણાવી છે, પણ આ બંને સંતાન માટે ચિંતિત માતા અશ્રુભીની આંખે કહે છે કે, દીકરીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય કે રિકવર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.આજે 5000 રૂપિયામાં એક વ્યક્તિ પણ જીવન નિર્વાહ ન કરી શકે, ત્યારે અનેક આફતો વચ્ચે ઝઝૂમતા એક માતાને સો સો સલામ. કૌશલ્યાબેન છેલ્લા ચાર વર્ષથી જાગૃતીને સપ્તાહમાં બે દિવસ ડાયાલીસીસ માટે હોસ્પિટલ લઇ જાય છે. અનેક આફતો વચ્ચે કૌશલ્યાબેન હાલ ઝઝુમી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો