દીકરીના જન્મદિવસના બે દિવસ પહેલા જ ASI પિતા કોરોના સામેની જંગ હારી ગયા, આ તે કેવી કરુણાતિકા!

ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. થોડા દિવસ પહેલા જ દીકરીનો જન્મદિવસ (Birthday) ઉજવવા માટે ઉત્સાહી એવા પિતા કોરોનામાં સપડાયા અને તેમનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર ભાંગી પડ્યો છે. કોરોના વૉરિયર્સ (Corona Warriors) પોતાનું જીવન દાવ પર મૂકીને ફરજ નિભાવી રહ્યા છે. આવા જ વૉરિયર્સને અમે સલામ કરીએ છીએ. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ખાતામાં ફરજ બજાવી ચૂકેલા એક એવા વૉરિયર જેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) થયા બાદ સારવાર દરમિયાન દુનિયાને અલવિદા કહી ગયા. શહીદ ગોવિંદભાઇના પરિવારની પણ એવી કરુણાંતિકા કે તેમનાં મોતને આ જે બે દિવસ થાય છે, આજે શહીદ ગોવિંદભાઈની દીકરીનો જન્મ દિવસ છે. પરિવારનો આક્ષેપ છે કે લોકો માટે કામ કર્યા બાદ પણ ગોવિંદભાઇને હૉસ્પિટલમાં ડૉક્ટરોએ દાખલ કર્યા ન હતા અને સિવિલમાં તગેડી મૂક્યા હતા. હવે આ પરિવાર સરકાર પાસે નોકરી અને સહાયની આશ રાખીને બેઠો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એ.એસ.આઈ ગોવિંદભાઇ બાબુભાઇ દાંતણીયા 36 વર્ષથી પોલીસ ખાતામાં હતા. પરિવારમાં પત્ની રાજશ્રીબહેન અને ત્રણ પુત્રો અને એક પુત્રી છે. ગત 13મી તારીખે ગોવિંદભાઇને કોરોના પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં તેમને ખાનગી ડોક્ટરને બતાવ્યું હતું. પણ બાદમાં તેઓને એસવીપીમાં લઇ જવામાં આવ્યા હતા. કોરોના વૉરિયર એવા ગોવિંદભાઇને એસવીપીના ડૉક્ટરોએ બેડ ખાલી ન હોવાથી દાખલ કરવાની ના પાડી દેતા પરિવાર મૂંઝવણમાં મૂકાયો હતો. ગોવિંદભાઇ સ્વભાવે શાંત, ખુશ મિજાજ અને સેવાભાવી હતા.

ગોવિંદભાઇના પરિવારનું કહેવું છે કે ગોવિંદભાઈએ આ માહોલમાં પણ અનેક લોકોની સેવા કરી હતી. તેઓ પોતે તેમના સાળાના શાહપુર ખાતે આવેલા મકાનમાં રહેતા હતા. પણ લોકોની સેવા કરવાનું ચૂકતા નહોતા. તેઓને શાહપુર વિસ્તાર કે જે કોરોનાનું મુખ્ય સ્થળ પણ ગણાય છે ત્યાં અનેક દિવસો સુધી ફરજ બજાવી હતી. બાદમાં ઉંમરલાયક પોલીસકર્મીઓને આવા વિસ્તારોમાં ન મૂકવાનો નિયમ આવતા તેઓને હેડક્વાર્ટર મૂકાયા અને બાદમાં તેમની તબિયત લથડી હતી. તેઓને કોરોના પોઝિટિવ આવતા જ પુત્ર અભિષેક એસવીપી લઈ ગયો હતો. પણ ત્યાં ડૉક્ટરોએ સારવાર આપી ન હતી.

ડીસીપી નીરજ બડગુજર અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય તોમરની મદદથી તેઓને સિવિલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમને સારી ટ્રીટમેન્ટ તો મળી પણ બાદમાં જે દિવસે તેઓને રાત્રે વેન્ટિલેટર પર રાખ્યા ત્યારે તેમના દીકરા સાથે ‘જમી લઈશ, ચિંતા ન કરો’ તેવી છેલ્લી વાત થઈ હતી. કોરોનાની સારવાર સામે ગોવિંદભાઇ હારી ગયા અને તેઓ શહીદ થયા.

હવે પરિવાર હૉસ્પિટલની બેદરકારી ભૂલીને સરકાર પાસે એક જ માંગણી કરે છે કે તેમના પરિવારના મોટા પુત્રને તેમની જગ્યાએ નોકરી મળે અને આર્થિક સહાય મળે. ગોવિંદભાઇની પુત્રી અશ્વિનીનો આજે જન્મદિવસ છે, પરંતુ પિતા ગુમાવ્યાના શોકમાંથી તે હજુ બહાર નથી આવી. કરમની કઠણાઈ એવી છે કે ગોવિંદભાઇને તેમના સંતાનોના લગ્ન ધામધૂમથી કરવાની ખૂબ ઈચ્છા હતી. ગોવિંદભાઇને તેમની સર્વિસમાં 19 માસ જ બાકી હતા. તેઓ વર્ષ 2022 માં નિવૃત્ત થવાના હતા અને 28 ફેબ્રુઆરી કે જ્યારે તેઓ રિટાયર્ડ થવાના હતા એ જ દિવસે તેમના મોટા પુત્રનો જન્મદિવસ પણ આવવાનો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો