શું તમે જાણો છો કો શ્વાન માત્ર સુંઘવાની શક્તિ નથી ધરાવતા પરંતુ અવાજ ઓળખવાની ક્ષમતા પણ ધરાવે છે. જી હા, વાત છે એક એવી અમદાવાદી યુવતીની જે છે શ્વાનપ્રેમની અનોખી મિશાલ. આ યુવતીનો અવાજ સાંભળતા જ એકસાથે 100 જેટલાં શ્વાન એકત્ર થાય છે અને ત્યારબાદ સર્જાય છે. મિત્રતાના દ્દશ્યો.
અમદાવાદી શ્વાનપ્રેમી યુવતીની કહાની દિલચસ્પ છે. જે દરરોજ હાથમાં બિસ્કીટનો થેલો લઈને જોર જોરથી બુમો પાડે છે. ઝંખના ગરું શબ્દથી બૂમો પાડીને સવારે અમદાવાદના વાસણા બેરેજ આવે છે અને શ્વાનને બોલાવીને તેમને ખવડાવે છે. માનવામાં નહીં આવે પરંતુ ઝંખના માત્ર એક હાકલ પાડે ત્યારે અહીં એકસાથે 100 જેટલાં શ્વાન ઝાડીઓ અને બાવળો વચ્ચેથી ઝંખના તરફ ધસી આવે છે અને પછી સર્જાય છે માનવતા અને જીવદયાના દ્દશ્યો.
પુછડી પટપટાવતાં તમામ શ્વાન ભેગા થઈને સંપથી ઝંખનાએ આપેલાં બિસ્કીટ ખાય છે એટલું જ નહીં ઝંખના દૂધના કેનમાંથી જ્યારે શ્વાનને દૂધ આપે છે, ત્યારે તે દ્દશ્યો પણ અચરજ પમાડે તેવાં હોય છે. સ્વયં શિસ્ત પાળતાં આ અબોલા જીવ જરા પણ ભસ્યા વિના એકબીજાની સાથે ઝઘડો કર્યા વિના બિસ્કીટ અને દૂધની ઝયાફત ઉઠાવે છે. પણ સવાલ થાય કે ઝંખનાને ક્યારથી આ શ્વાન પ્રત્યેનો પ્રેમ જાગ્યો. તો આ પ્રેમ તેને ત્યારે થયો જ્યારે તેણે રસ્તા પર પીડા થી કણસતા એક શ્વાન ને જોયું. જે જોયા બાદ ઝંખના એ તેની મલમપટ્ટી કરી.
19 વર્ષ થી ઝંખના શ્વાન પ્રત્યેનો પ્રેમ –
છેલ્લાં 19 વર્ષથી ઝંખનાએ જીવદયાને જીવનનો અંતિમ ધ્યેય બનાવ્યો છે. ઝંખના શાહ લોકડાઉન જેવાં કપરા સમયમાં શ્વાનને ખવડાવવા માટે અમદાવાદના રસ્તા પર ફરતાં હતા. શ્વાનને ખવડાવવું તેમનો નિત્યકર્મ છે. વાસણામાં રહેતાં ઝંખના શાહ પોતાના ઘરની આસપાસ પણ શ્વાનને આ રીતે ખવડાવે ત્યારે સંતોષ મેળવે છે.
ઝંખના માને છે કે વિદેશી બ્રીડના ડૉગને ઉચા ભાવે ખરીદી કરનાર સ્ટેટ્સ સિમ્બોલ મળી જાય છે પરંતુ જ્યારે સ્ટ્રીટ ડૉગની વાત આવે ત્યારે હમેશા ભેદભાવ ભર્યુ વર્તન કરે છે. આ પરિસ્થિતિ વચ્ચે ઝંખના નિશ્વાર્થ ભાવે શ્વાનની સેવા કરે છે.જે દરેક લોકો માટે ઉદાહરણ સ્વરૂપ અને નવી શીખ આપનાર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..