પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંઘર્ષ કરતા-કરતા છાકી ગયો હતો, તેને રૂપિયા કમાવવા માટે કોઈ પણ કામ નહોતું મળી રહ્યુ. એવામાં તે નિરાશ થઈ ગયો અને આપઘાત કરવા માટે એક જંગલમાં જતો રહ્યો. ત્યાં તેને એક સંત મળ્યા. સંતે તેને પૂછ્યું કે તું એકલો અહીં શું કરી રહ્યો છે?
– વ્યક્તિએ પોતાની બધી સમસ્યાઓ સંતને જણાવી દીધી. ત્યારે સંતે કહ્યુ કે તને કોઈ કામ જરૂર મળી જશે. આ રીતે નિરાશ ન થવું જોઈએ.
– વ્યક્તિએ કહ્યુ કે હું હિમ્મત હારી ચૂક્યો છું. મારાથી હવે કંઈ નહીં થાય.
– સંતે તેને કહ્યુ કે હું એક કહાણી સંભળાવું છું. તેનાથી તારી નિરાશા દૂર થઈ જશે. કહાણી એવી છે કે એક નાના બાળકે એક વાંસનો અને એક કેક્ટસનો છોડ લગાવ્યો. બાળક રોજ બંને છોડની સંભાળ કરતો હતો. એક વર્ષ વીતી ગયું. કેક્ટસનો છોડ તો ઊગી ગયો પરંતુ વાંસનો છોડ એવોને એવો જ રહ્યો. બાળકે હિમ્મત ન હારી અને આ બંનેની સંભાળ કરતો રહ્યો.
– આવી રીતે થોડાં મહિના હજુ નીકળી ગયા પરંતુ વાંસનો છોડ એવોને એવો જ રહ્યો. બાળક નિરાશ ન થયો અને તેણે સંભાળ ચાલુ રાખી.
– થોડા મહિના પછી પછી વાંસનો છોડ પણ ભગી ગયો અને થોડા જ દિવસોમાં કેક્ટસના છોડ કરતા પણ મોટો થઈ ગયો. વાસ્તવમાં, વાંસનો છોડ પહેલા પોતાની જડો મજબૂત કરી રહ્યો હતો એટલે તેને ઊગવામાં થોડો સમય લાગ્યો.
– સંતે તે વ્યક્તિને કહ્યુ કે આપણાં જીવનમાં જ્યારે પણ સંઘર્ષ આવે તો આપણે આપણી જડો મજબૂત કરવી જોઈએ, નિરાશ ન થવું જોઈએ. જેમ આપણી જડો મજબૂત થશે, આપણે ઝડપથી આપણાં લક્ષ્યની તરફ આગળ વધવા લાગીશું. ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ.
કથાનો બોધપાઠ
આ કથાથી બોધપાઠ મળે છે કે આપણે ખરાબ દિવસોમાં આપણી જડો મજબૂત કરવી જોઈએ એટલે પોતાની યોગ્યતાઓને નિખારવી જોઈએ, આપણી ખામીઓને દૂર કરવી જોઈએ. જ્યારે આપણી ખામીઓ દૂર થઈ જશે તો યોગ્યતા નિખરવા લાગશે અને આપણે સફળતા હાંસલ કરી શકીશું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.