RAWના સૌથી ખતરનાક મિશનઃ જાણો તેના સિક્રેટ મિશનોની અનોખી કહાની

આપણે સૌને જેના પર ગર્વ છે, જેણે અનેક સફળ મિશનોને અંજામ આપ્યો છે. પરંતુ લોકોને તેની બહૂ ઓછી ખબર હોય છે. વાત છે ભારતીય જાસુસી સંસ્થા રૉની. રૉના એજન્ટએ આપેલી જાણકારીને કારણે જ દેશની સેના અને સુરક્ષા એજન્સીઓ દેશની રક્ષા કરી શકે છે.

રૉના કેટલાક પરાક્રમો વિશે જાણો વિગતે…

રૉ પર તમે ઘણી બધી ફિલ્મો જોઈ હશે. પરંતુ રૉના એક એજન્ટની જિંદગી ફિલ્મોમાં દર્શાવવામાં આવેલી જિંદગીથી બિલકુલ અલગ હોય છે. તમે રૉ વિશે ક્યારેય સમાચાર પત્રોમાં વાંચ્યું નહીં હોય. તમે એજ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે આ સંસ્થા કેટલી ગુપ્ત રીતે કામ કરતી હશે. ભારત બન્ને તરફથી દુશ્મન દેશોથી ઘેરાઈ ચુક્યું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ દેશની સુરક્ષાની જરૂરિયાતને મહેસુસ કરતા અને વર્ષ 1968માં રામેશ્વરનાથ કાઉના નેતૃત્વમાં રૉની સ્થાપના થઈ. રૉની સ્થાપના અમેરિકાની CIA અંતર્ગત કરવામાં આવી હતી. આજે પણ રૉના એજન્ટની ટ્રેનિંગ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઈઝરાયેલમાં થાય છે.

  • વર્ષ 1968માં રામેશ્વરનાથ કાઉના નેતૃત્વમાં RAWની સ્થાપના થઈ
  • RAWના એજન્ટોની ટ્રેનિંગ અમેરિકા, ઈંગ્લેન્ડ, ઈઝરાયેલમાં થાય છે

સિક્કિમનો ભારતમાં વિલય-1975 

વર્ષ હતું 1975 સિક્કિમ ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. જો રૉ ન હોત તો આ સુંદર રાજ્ય ભારતનો ભાગ ન બન્યું હોત. વાત છે 1975ની. ચીને જેવી રીતે પોતાની દાદાગીરીથી તિબ્બેટને કબજે કરી લીધું હતું તેવી જ રીતે તેની નજર સિક્કીમ પર પણ હતી. પરંતુ રૉએ ચીનના આ સપનાને પુરુ ન થવા દીધું. રૉના ગુપ્ત એજન્ટોએ સિક્કીમની સામાન્ય જનતામાં ઘૂસીને ભારત માટે સકારાત્મક ભાવના પેદા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી. જેના કારણે સિક્કીમના રાજાને મજબૂરીથી ભારતનો ભાગ બનવું પડ્યું હતું. સિક્કીમ ભારતનું 22મુ રાજ્ય બન્યું.

ઓપરેશન કહૂટા-1978 

ઓપરેશન કહૂટાને રૉ દ્વારા કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી ખતરનાક ઓપરેશન માનવામાં આવે છે. કહૂટા એ જ જગ્યા છે જ્યાં પાકિસ્તાન પરમાણું બોમ્બ બનાવવામાં લાગેલું હતું. વાત છે 1978ના શરૂઆતી મહિનાઓની. જ્યારે કહૂટાની પરમાણું લેબ સુધી રૉના ગુપ્ત એજન્ટો ઘૂસી ચુક્યા હતા. રૉના એજન્ટોએ આ લેબમાં કામ કરનારા વૈજ્ઞાનિકોના વાળના સેમ્પલને ભેગા કરી અને જ્યારે તેની તપાસ કરવામાં આવી તો પરમાણું બોમ્બ વાત પાક્કી થઈ ગઈ. ત્યારબાદ રૉએ આ સમગ્ર લેબને નેસ્તનાબુદ કરવાના પ્લાન પર કામ શરૂ કરી દીધું. પરંતુ તે સમયે તત્કાલિન પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ રૉના આ મિશન પર પાણી ફેરવી દીધું. મોરારજી દેસાઈએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જીઆ ઉલ હક્ક સાથે મઝાકિયા અંદાજમાં ફોન પર વાતચીત કરી રહ્યા હતા.

જેમાં તેમણે જીઆ ઉલ્લ હક્કને એ જણાવી દીધું કે ભારત સરકારને પાકિસ્તાનના પરમાણું બોમ્બના રિસર્ચને લઈ ખબર છે. બસ પછી શું હતું. પાકિસ્તાને સમગ્ર કહૂટા વિસ્તારમાં રૉ એજન્ટોની તપાસ શરૂ કરી દીધી અને રાતો રાત અનેક જાસુસ ઝડપાઈ ગયા. તેમની સાથે પછી શું થયું એ કોઈ નથી જાણતું. જો મોરારજી દેસાઈ અતિઉત્સાહમાં આવીને પોતાનું મોઢું ન ખોલતા તો પાકિસ્તાન ક્યારેય પરમાણું શક્તિ ન બની શકત. ભારતને ક્યારેય પડકાર આપવાની હિંમત ન કરતું.

ઓપરેશન ચાણક્ય 

ઓપરેશન ચાણક્ય રૉ દ્વારા કાશ્મીરમાં કરવામાં આવેલું ખુબ જ મહત્વપૂર્ણ મિશન હતું. આ ઓપરેશનમાં રૉએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગતાવાદી સંગઠનો અને આતંકવાદને કશ્મીર ઘાટીમાંથી સાફ કરવા માટે ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન કેટલું સફળ રહ્યું તેનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે ઓપરેશન ચાણક્યએ આતંકવાદી સંગઠન હિઝબુલ મિઝ્ઝાહિદ્દીનને બે ભાગમાં વહેંચી દીધું હતું.

ધ સ્નેચ ઓપરેશન-2009 

રૉના આ ઓપરેશનને લઈ દુનિયાને ક્યારે ખબર ન પડતી. જો એક ખાનગી સમાચાર પત્રએ તેના સમાચાર પ્રકાશિત કર્યા ન હોત તો. આ ઓપરેશનને રૉ અને ઈન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે IBએ સાથે મળીને ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતે તિબ્બેટ, નેપાળ અને ભૂટાનના રસ્તાથી ઘૂષણખોરી કરનારા અનેક આતંકીઓને ઝડપી પાડ્યા હતા. સ્નેચ ઓપરેશનમાં અત્યાર સુધી 400થી વધારે આતંકીઓ ઝડપાઈ ચુક્યા છે. આ ઝડપાયેલા આતંકીઓમાં લશ્કર ઉગ્રવાદી તારીક મહેમુદ, અને 26/11 મુંબઈ હુમલાને અંજામ આપનારો શેખ મોહમંદ ખ્વાઝા પણ સામિલ છે.

શ્રીલંકા, 2015

શ્રીલંકાના તત્કાલિન રાષ્ટ્રપતિ મહેન્દ્ર રાજ્યપક્ષે ચીનની સાથે પોતાના સંબંધ વધારી રહ્યા હતા. એવા પગલા લઈ રહ્યા હતા જેનાથી ભારતની સુરક્ષાને સીધી રીતે ખતરો હતો. વર્ષ 2014માં શ્રીલંકાએ ચીનની બે સબમરીનને પોતાના કિનારે રોકાવા દીધી હતી. આ ઘટનાને લઈ તેણે ભારતને જાણ પણ કરી ન હતી. જ્યારે શ્રીલંકાના ભારત સાથે એવા કરાર છે કે કોઈ પણ દેશનું જંગી જહાંજ અથવા તો સબમરીન જો શ્રીલંકામાં રોકાય છે તો તેણે ભારતને જાણ કરવી જ પડશે. રાજ્યપક્ષેએ ચીનને શ્રીલંકામાં હંબનતોતા પોર્ટ બનાવવાની પણ મંજૂરી આપી દીધી. ભારતે પોતાના સુરક્ષા કારણોથી શ્રીલંકાને આવુ ન કરવા કહ્યું. પરંતુ રાજ્યપક્ષે ન માન્યા. આવી પરિસ્થિતિઓને દેખતા રૉએ રાજ્યપક્ષને સત્તાથી હટાવવાનું ઓપરેશન શરૂ કરી દીધું. શ્રીલંકાની 2015ની ચૂંટણીમાં રાજ્યપક્ષે હારી ગયા. શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ શ્રી શ્રીરીસેના બન્યા. જેમના પ્રધાનમંત્રી મોદી સાથે સારા સંબંધ છે.

આમ જેની આપણને સૌથી ઓછી જાણ હોય છે એવા અનેક મિશનો રૉ દ્વારા સફળ રીતે પાર પાડવામાં આવે છે જે દેશની સુરક્ષા માટે ખુબ જ જરૂરી હોય છે. પરંતુ તે જાહેર થતા નથી. રૉના એજન્ટનું કામ ખુબ જ કઠીન અને મુશ્કેલીઓ ભરેલું હોય છે. તેમની કોઈ ઓળખ કે નામ હોતું નથી.

દેશ માટે હર હંમેશ અદમ્ય સાહસ દેખાડતા આવા વીરોને નમન અને વંદન છે.. જય હિન્દ.. જય ભારત..

પોસ્ટ પસંદ આવે તો કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો