કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમો અને દંડમાં કરેલાં ફેરફારથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. લોકો વિચારી રહ્યા છે કે આટલાં મોટા દંડ ભરવા કેવી રીતે, પણ ચિંતા કરવાની જરૂર નથી લાયસન્સ અને PUC સાથે નહીં હોય તો પણ પોલીસ કે RTO તમને રોકી નહીં શકે. તમે તમારા ડોક્યુમેન્ટ ડિજિ લોકરમાંથી બતાવી શકો છો.
સરકારે લાગૂ કર્યા નવા ટ્રાફિક નિયમો
નવો મોટર એક્ટ લાગુ થઇ ગયો છે. આ ટ્રાફિક નિયમનું પાલન નહી કરવામાં આવે તો આકરો દંડ થશે. તેમજ જરૂરી દસ્તાવેજો સાથે નહીં રાખો તો પણ આકરો દંડ થશે. નવા નિયમ પ્રમાણે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હેલ્મેટ, લાયસન્સ, સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા પર નવાદંડ લગાવવામાં આવ્યા છે. જો કે ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવા પર માન્યતા છે. સ્થળ પર દસ્તાવેજ ન હોય તો 15 દિવસમાં તેની રજૂઆત કરી શકાશે. ટુ-વ્હીલરમાં પાછળ બેસનાર વ્યક્તિને હેલ્મેટમાંથી હાલ મુક્તિ આપવામાં આવી છે.
ડિજિ લોકર અને એમ પરિવહન એપને RTO રાખશે માન્ય
ડિજિ લોકર અને એમ પરિવહન એપમાં સાચવેલાં ડોક્યુમેન્ટને પોલીસ અને RTO માન્ય રાખશે. આ અંગે પત્રકાર પરિષદમાં પણ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે જો તમારી પાસે લાયસન્સ, PUC, RC બૂક કે અન્ય કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ હાર્ડ કોપીમાં સાથે નહીં હોય તો તમે એપમાં બતાવી શકો છો. જે માન્ય રહેશે.
જો તમને ક્યારેય પણ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રોકે તો સ્માર્ટફોન પર DL અને RC જેવા ડોક્યુમેન્ટ્સ બતાવી શકો છો. આ એપની મદદથી વર્ચ્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે ગાડીનો રજિસ્ટ્રેશન નંબર અને ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવા જોઇએ. આમા, તમારે પોતાની વિગત જેમ કે બર્થ ડે પણ જણાવવાની રહેશે. તો આ ડોક્યૂમેન્ટસ પછી તમારે કેટલાક સ્ટેપ્સ ફૉલો કરવા પડશે..
આ રીતે ડાઉનલોડ કરો એપ:
– એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનમાં એપલ સ્ટોર પર જાઓ. અહીં mParivahan નામથી એપ સર્ચ કરો. એપ પર ક્લિક કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરી લો.
– mParivahan એપ ખોલો. ટૉપ રાઇટ નંબર પર બનેલી 3 લાઇનો પર ટેપ કરો. અહીં Sign In ઑપ્શન પર ટેપ કરો અને પોતાનો મોબાઇલ નંબર અને તેના પર SMS દ્વારા આવતો વેરિફિકેશન કોડ નાખો. હવે એપની હોમ સ્ક્રીન પર જઇને RC પર ટેપ કરો. સર્ચ ફિલ્ડમાં ગાડી નંબર નાખો અને સર્ચ કરો. એપ રજિસ્ટ્રેશન નંબર સાથે જોડાયેલા ડેટા જાતે ફેચ થઇ જશે, હવે ‘Add To Dashboard’ પર ટેપ કરી તમે RC એડ કરી શકો છો.
– હવે સર્ચ ફિલ્મડમાં ડ્રાઇવિંગ લાયસન્સ નંબર નાખીને સર્ચ કરો, ત્યાર પછી DL સાથે લિંક તમામ ડેટા એપમાં દેખાવા લાગશે. હવે તમારે માત્ર ‘Add To Dashboard’ પર ટેપ કરવાનું રહેશે.
પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.