સુરતમાં બન્યો દેશનો પ્રથમ સ્ટીલનો રોડ, ક્યારેય નહીં પડે ખાડા! જુઓ કેવો છે રોડ અને તેની ખાસિયત

સુરતમાં બન્યો દેશનો પ્રથમ સ્ટીલનો રોડ, કપચીને બદલે 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટનો વપરાશ

ચોમાસુ આવે એટલે ઠેર ઠેર પાણી ભરાઇ જાય. ખખડધજ રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે. પ્રાથમિક જીવન જરુરિયાતની વસ્તુઓમાં પ્રજાને સારા રોડ રસ્તા પુરા પાડવાની પણ જવાબદારી આવે. પરંતુ રોડ રસ્તાની કામગીરીમાં તો ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા વિના રહે ખરા ? પ્રજા અધિકારીઓને રજૂઆત કરી કરીને થાકે પણ રોડ પરના ખાડા ન પુરાય. ત્યારે આવી સમસ્યાઓથી કાયમી છૂટકારો મળી જાય તેવો એક રસ્તો શોધી કાઢ્યો છે.

સુરતમાં સ્ટીલનો રોડ !
ભારત સરકારે આ સમસ્યાનો હલ શોધી નાંખ્યો. હવે ભારત સરકાર કપચીની જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધુ છે. જેની શરુઆત પણ થઇ ગઇ છે. સુરતમાં દેશનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર થઇ ગયો છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં ખાતે સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે આવનારા સમયમાં કે ચોમાસામાં રોડ રસ્તા ખરાબ નહી થાય.

સ્ટીલના રોડની ખાસિયત શું ?
CSRIએ સ્પોન્સર કરેલો આ સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબનો એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેમાં CSRIની ગાઈડલાઈન મુજબ સુરત હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..મળતી માહિતી મુજબ આ રોડ 1.2 કિલોમીટર લાંબો છે, 6 લેન ડિવાઇડેડ કેરેજ વે રોડ છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીં ભારે વાહનોની વધારે અવરજવર હોવાથી આ રોડ પર પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જેમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપરવામાં આવ્યું છે. આવનારા વર્ષોમાં દેશના રોડને મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે.

રોડ રસ્તા હવે સ્ટીલના જ બનશે ?
આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ (waste to wealth mission) અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરુ કરવામાં આવ્યો છે.. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પ્રતિવર્ષ જનરેટ થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઇ સ્ટીલ ઇન્ડસ્ટ્રી કન્શન હોય છે. મહત્વનું છે કે હજીરા ખાતે બનાવેલા આ રોડમાં કોઇ ખામી જોવા મળી નથી જે જોતા કહી શકાય કે દેશમાં આવનારા સમયમાં રોડને વધારે મજબૂત બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો