કોરોના સંક્રમણ વધતા શિક્ષણમંત્રીએ આપ્યું ખાસ નિવેદન: સ્કૂલ બંધ નહીં થાય, બીજી વખત વાલી પાસે સંમતિ પત્રક લેવાશે

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ આવીને મોટા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ પછી તેમણે પત્રકારો સાથે પણ વાત કર હતી. શાળામાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અંગે બાળકોના જોખમ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. શાળા બંધ કરવી કે ચાલું રાખવી એ અંગેનો નિર્ણય વાલીઓ પર છોડી દીધો છે.

આ મામલે રાજ્ય શિક્ષણમંત્રીએ વાલીઓ પાસેથી ફરીથી સંમતિપત્ર લેવામાં આવે એવી વાત કરી હતી. જ્યારે ફીના મુદ્દાઓ પર જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સ્પષ્ટતા કરી હતી. શિક્ષણમંત્રીને પૂછ્યું હતું કે, બીજુ સત્ર પૂરૂ થવામાં છે. શાળાઓ ફી માગી રહી છે. આ મામલે થોડા સમય માટે શિક્ષણમંત્રીએ મૌન સેવી લીધું હતું. પછી બીજી વખત સવાલ કરાતા બે હાથ જોડી દીધા હતા. રાજકોટની સ્કૂલમાં એક સાથે અનેક કોરોના વાયરસના કેસ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે જ્યારે પૂછવામાં આવ્યું કે, સ્કૂલ બંધ થશે કે નહીં? ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, શાળામાં વાલીઓએ સહમતિપત્ર આપ્યા છે. આ અંગે ફરીથી સંમતિપત્ર લેવાશે.

આ સાથે જામનગરની એક કૉલેજમાં રેગિંગ કાંડ અંગે કડક પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપી હતી. જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શાળાનાં બાળકો કોરોના સંક્રમીત થવાની ઘટના વધી રહી છે. જેને લઈને શાળાઓમાં કોવિડની ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીઓ તરફથી આ મામલે ખાનગી શાળાઓમાં ચેકિંગ ડ્રાઈવ કરવા જણાવાયું છે.

શાળાઓમાં અગાઉ પણ વાલીઓની સંમતિથી શરૂ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસ વધ્યા બાદ પણ ફરીથી વાલીઓનાં સંમતિપત્ર લેવામાં આવશે. જે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માગતા નથી એના માટે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત ચાલું રહશે. શાળાઓ પણ ઓનલાઈન શિક્ષણ ચાલું રાખશે. જામનગર શહેરમાં બનેલી રેગિંગની ઘટના અંગે કહ્યું કે, આવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. રાજ્યમાં રેગિંગની ઘટના ભૂતકાળ બની જાય એ માટે ગુજરાત રાજ્યની સરકાર તૈયાર છે. માત્ર જામનગર જ નહીં કોઈ પણ શહેરમાં રેગિંગની ઘટના ન બને એ માટે પ્રયાસ કરાશે. તમામ સામે દાખલો બેસાડી શકાય એવી કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ રાજકોટમાં મંદ ગતિએ ચાલી રહેલા બ્રીજના કામ અંગે પણ ચોખવટ કરીને ઝડપથી વૈકલ્પિક રસ્તા સહિતની જરૂરી વ્યવસ્થા કરવા ચર્ચા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો