જીવનભર શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં જણાવેલા 5 નિયમોનું કરો પાલન: હૃદય અને કિડનીના રોગોનું જોખમ ઘટશે અને પેટ રહેશે તંદુરસ્ત

જો તમે તમારા શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોવ, તો તમે આયુર્વેદમાં જણાવેલા નિયમોનું પાલન કરી શકો છો. નિયમોના જણાવ્યા પ્રમાણે, સવારે વહેલા ઊઠો અને હુંફાળા પાણીથી દિવસની શરૂઆત કરવી. સવારે 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો. તે તમને આખો દિવસ એનર્જેટિક રાખે છે અને 6થી 8 કલાકની ઊંઘ તણાવથી દૂર રાખે છે. પૂરતી ઊંઘ લેવાથી તમારી ઈમ્યુનિટી વધે છે. હેલ્થ એક્સપર્ટ ડો. શિખા શર્મા પાસેથી જાણો આયુર્વેદના 5 મંત્ર અને તે કેટલા જરૂરી છે…

1. દિવસની શરૂઆત પાણીથી કરો, તેનાથી હાર્ટ, કિડનીની બીમારીઓ દૂર થશે

આયુર્વેદ કહે છે, દિવસની શરૂઆત હુંફાળું પાણી પીને કરવી. તેને ઉષાપાન કહેવામાં આવે છે. તે તમારી પાચન ક્ષમતા વધારે છે. તે ઉપરાંત હાર્ટ અને કિડનીની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

2. સમયસર ખાવાનું ખાવું, નાસ્તો સવારે 8 વાગે અને લંચ બપોરે 1 વાગ્યા સુધીમાં કરી લેવું

આયુર્વેદના અનુસાર, સ્વસ્થ રહેવા માટે સમયસર ખાવું પણ જરૂરી છે. સવારે 8 વાગે નાસ્તો કરવો, બપોરે 1 વાગ્યા સુધીમાં લંચ અને રાત્રે 7 વાગ્યા સુધીમાં રાત્રિભોજન કરવું. સવારે વહેલા બ્રેકફાસ્ટ લેવાથી એનર્જી લાંબા સમય સુધી રહે છે. તેમજ રાતના સમયે ડિનર લેવાથી કબજિયાત, અપચા જેવી સમસ્યા નથી થતી. તેનાથી મેટાબોલિઝ્મ સુધરે છે.

3. દરરોજ યોગ, પ્રાણાયામ અને ચાલવું જરૂરી

દરરોજ યોગ અને પ્રાણાયામ કરવા જરૂરી છે. તે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડે છે અને શરીરના આંતરિક અંગોની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે. તે ઉપરાંત શરીરને ફીટ રાખવા માટે દરરોજ 30 મિનિટ ચાલવું એ એક સારો વિકલ્પ છે.

4. 6થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી

ઘણી વખત લોકોમાં વજન વધવાનું કારણ અધૂરી ઊંઘ પણ હોય છે પરંતુ તેઓ તેને સમજી નથી શકતા. દરરોજ 6થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તે વજન કંટ્રોલ કરવાની સાથે પાચન ક્ષમતાને પણ સુધારે છે. મોડી રાત સુધી જાગવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી મોડા સુધી જાગવાનું ટાળવું.

5. કિચનમાં રહેલા મસાલા અને હર્બનો ઉપયોગ કરો

નાની-મોટી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે અથવા વજન ઘટાડવા માગો છો તો કિચનમાં રહેલા હર્બ અને મસાલાનો ઉપયોગ કરો, જીરું, મેથીના દાણા, આંબળાનો પાવડર અથવા વરિયાળીને પાણી સાથે લઈ શકાય છે. અથવા તેને મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી શકો છો. તે ઈમ્યુનિટીને વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો