મહેસાણામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર યુટ્યુબ ચેનલ પર વાયરલ, આગામી 7 જાન્યુઆરીએ યોજવાની હતી પરીક્ષા, જિલ્લાના જાગૃત શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરી
મહેસાણામાં વધુ એક વાર એકમ કસોટીનું પેપર ફુટ્યાનું ઘટના સામે આવી છે. હાલ શાળાઓમાં એકમ કસોટીની પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે મહેસાણા જિલ્લામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર યુટ્યુબ ચેનલ પર વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે. આગામી 7 જાન્યુઆરીએ ધોરણ 9ની એકમ કસોટી લેવામાં આવનાર છે તે પહેલા જ કસોટીનું પેપર સોશિયલ મીડિયામાં વહેતું થયું છે.
ધોરણ 9નું પેપર યૂટ્યૂબ ચેનલ પર અપલોડ થયું
મહત્વનું છે કે યુ ટ્યૂબ ચેનલ પર યસ સર એજ્યુકેશન નામની યુ ટ્યૂબ ચેનલ થકી આ પેપર વાયરલ થયું હતું જે બાદ જિલ્લાના જાગૃત શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનિય છે કે અગાઉ ધોરણ 9નું ગણિતનું પેપર ફુટવાની ઘટના સામે આવી હતી. જે બાદ સમગ્ર મામલે ઉચ્ચાકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
7 જાન્યુઆરીની પરીક્ષા પહેલા વિજ્ઞાનનું પેપર વાઇરલ
શાળાઓમાં છાશવારે પેપર ફુટવાની ઘટના સામે આવતી હોય છે તેમાય તે સરકારી નોકરી યોજવામાં આવતી પરીક્ષાના પેપર ફુટવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જો વાત કરવામાં આવે તો હમણાં જ હેડક્લાર્ક ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર પરીક્ષાના આગલા દિવસામાં જ ફુટ્યું હતું જે બાદ પેપર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું, જો કે પોલીસ આ મામલે કાર્યવાહી કરી છે 25થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હજુ પણ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલી શાળામાં પેપર ફુટવાની ઘટના સામે આવતા સ્થાનિક શિક્ષક દ્વારા અધિકારીઓને અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે શાળામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર યુ ટ્યૂબ ચેનલ પર વાયરલ થયું છે. જેની પરીક્ષા શાળામાં આગામી 7 જાન્યુઆરીના રોજ યોજાનાર છે જો કે આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..