રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું: ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક, પેપર સોલ્વ કર્યાનો વીડિયો અપલોડ થયો

રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે, જેમાં યુટ્યૂબ પર પેપર લીક કરાયાં છે. પેપર લેવાયાના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. એમાં યુટ્યૂબ પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. નવનીત પ્રકાશનમાં આ પ્રીલિમિનરી પરીક્ષાનાં પેપર છપાય છે, જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હાલમાં યુટ્યૂબરે ચેનલ ડિલિટ કરીને વીડિયો પણ યુટ્યૂબ પરથી ડિલિટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે. સ્કૂલ કક્ષાએથી પરીક્ષા લેવાતી હોવાથી કેટલીક સ્કૂલોને જ નવનીત પ્રકાશન દ્વારા છાપવામાં આવેલાં પેપરોની અસર થઈ શકે છે.

પેપર લીકમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરોઃ વાલી મંડળ
પેપર લીક મામલે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, અગાઉ પણ ખાનગી પ્રકાશનના પેપર લીક થયા છે. આજે પેપર લીક થવાના કારણે હોશિયાર વિદ્યાર્થીઓનું મોરલ તુટી જાય છે.પેપર લીક અને તેના સોલ્યુશનમાં જે વ્યક્તિ સામેલ હોય તેની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને ખાનગી પ્રકાશનની પણ તપાસ કરવી જોઈએ.

પેપર લીક થવા મામલે તપાસના આદેશ અપાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે એક પત્ર મારફત કહ્યું હતું કે રાજ્યની માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પ્રીલિમનરી પરીક્ષા 2022ના પ્રશ્નપત્રો સ્કૂલમાંથી જ કાઢીને પરીક્ષા લેવાની સૂચના આપવામાં આવી છે, જેથી દરેક જિલ્લાઓમાં શાળા વિકાસ સંકુલ અને શાળા જૂથો દ્વારા પ્રશ્નપત્રનું છાપકામ કરીને પરીક્ષાઓ યોજવાની સૂચના છે, જેથી પ્રીલિમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે-તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની રહે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રીલિમનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્ર અપાયેલા નથી છતાં પેપર લીક થવાની ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ઘટના સાથે સંકળાયેલાં તત્ત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયાં
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. જો નવનીત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો એ પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે, જેમાં ધો.10 અને 12નાં પ્રીલિમનાં પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતાં હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી. યુટ્યૂબ પર પેપર લીક કરાયાનો આરોપ લગાવતાં જણાવ્યું છે કે બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે, જેમાં સંપૂર્ણ સોલ્વ પેપર વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો છે.

પેપર યુટ્યૂબ પર કોઈ યુટ્યૂબરે લીક કર્યું છે
આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે પેપર લીક થયા હોવાના સમાચાર અમને મળ્યા છે. પેપર યુટ્યૂબ પર કોઈ યુટ્યૂબરે લીક કર્યું છે. જે પેપર લીક થયું એ હકીકતમાં ઓરિજિનલ પેપર છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવશે. ઓરિજિનલ પેપર હશે તો આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવશે. પેપર ઓરિજિનલ નહીં હોય તો કોઈ કાર્યવાહી કરવાની થશે નહીં. બની શકે વર્ષોથી ભણાવતા કોઈ શિક્ષકે IMP પ્રશ્નોના આધારે પેપર બનાવ્યું હોય તો એ બેઠેબેઠું પેપર ના હોઈ શકે.

યુટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયું છે. આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે, એ પરીક્ષાનું પેપર એક દિવસ પહેલાં આર. એમ. એકેડમી નામની યુટ્યૂબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે. આ યુટ્યૂબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યૂબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો