સુરત બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરે 70 પૈકી 10 બદનામ અને વિવાદાસ્પદ પોલીસ સ્ટેશનના નામે સ્ટાફ બદલવાની યાદી તૈયાર કરી છે. યાદી પ્રમાણે ટૂંક સમયમાં એક એક કરીને પોલીસ સ્ટેશનના પીઆઇથી લઇને કર્મીઓની બદલી કરવાની કામગીરી હાથ ધરશે. પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે કે, શહેરના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સોંપેલી વર્ધીઓ તેમજ તેમનાં કામો જે પોલીસ સ્ટેશનના પીઆઇ કે કર્મીઓએ કર્યા નહીં હોય તેવા પોલીસ સ્ટેશન પર દાઝ કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહેલા યાદી તૈયાર કરશે અને બદલી કરાવી દેશે.
પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને બદલાશે
રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનના પીઆઇ-પોલીસકર્મીઓ સ્થાનિકો અને વેપારીઓને હેરાન કરતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. આવા કિસ્સાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ નાના કર્મીઓનો ભોગ લઇને જે તે પીઆઈને બચાવી લેતા હોય છે. આવી અનેક ફરિયાદો ગૃહ વિભાગમાં થઇ હતી. આથી રાજ્ય સરકારે વિવાદાસ્પદ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને બદલી કરી દેવા આદેશ કર્યો છે.
વેપારીઓને દમ મારી તોડપાણી કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા
જેના આધારે સુરત પોલીસ કમિશનરે સલાબતપુરમાં પીઆઇથી લઇને સમગ્ર સ્ટાફની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. એ જ રીતે હવે અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના વિવાદાસ્પદ અને બદનામ નામે સ્ટાફ બદલવા પોલીસ સ્ટેશનનું લિસ્ટ તૈયાર કર્યું છે. શહેરમાં 70થી વધારે પોલીસ સ્ટેશનો છે. મોટા ભાગના પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં યેનકેન પ્રકારે પીઆઇથી લઇને પોલીસકર્મીઓ સ્થાનિકો અને વેપારીઓને દમ મારી તોડપાણી કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.
હિસાબ સરભર કરવાનો તખ્તો તૈયાર
આ ઉપરાંત અરજદારો રૂબરૂ મળીને પોલીસ કમિશનરને પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હોય તેવા પોલીસ સ્ટેશનોનું નામ યાદીમાં સમાવેશ કર્યો છે. બદનામ પોલીસ સ્ટેશનના નામે 10 જેટલા પોલીસ સ્ટેશનનો યાદીમાં સમાવેશ કર્યો છે. ટૂંક સમયમાં પોલીસ કમિશનર એક એક કરીને બદનામ પોલીસ સ્ટેશનના નામે સમગ્ર સ્ટાફ બદલી કરી હિસાબ સરભર કરવાનો તખ્તો તૈયાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..