જુસ્સો શું હોય છે? હિંમત શું છે?, જોશ અને ઝનૂન કોને કહેવાય, એ કોઈ શ્રીકાંત બોલા પાસેથી શીખો, શ્રીકાંત બાળપણથી જ બ્લાઈન્ડ છે, પરંતુ માત્ર 26 વર્ષની ઉંમરમાં 150 કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી, શ્રીકાંત કન્ઝ્યુમર ફૂડ પેકેજિંગ કંપની બૌલેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો CEO છે. તેની કંપનીના 7 પ્લાન્ટ છે, જેમાં 1200થી વધારે કર્મચારીઓ કામ કરે છે, તેમાં મોટાભાગે દિવ્યાંગ છે.
મુશ્કેલીમાં પસાર થયું શ્રીકાંતનું બાળપણ
હૈદરાબાદના શ્રીકાંતે કહ્યું કે, તેનું બાળપણ ઘણી મુશ્કેલીમાં પસાર થયું છે. તેના પરિવારની માસિક આવક માત્ર 1500 રૂપિયા હતી, જ્યારે શ્રીકાંતનો જન્મ થયો તો સગા અને પાડોશીઓએ તેને મારી નાખવાની સલાહ આપી હતી, પરંતુ શ્રીકાંતના નસીબમાં કંઈક બીજું જ હતું. શ્રીકાંત બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિ સરખી ન હોવા છતાં શ્રીકાંત 10માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થયો, તેની મુશ્કેલીઓ અહીંયા ખતમ નહોતી થઈ, તે દસમાં ધોરણ પછી સાયન્સમાં ભણવા માંગતો હતો, પરંતુ તે બ્લાઈન્ડ હોવાના કારણે, તેની મંજૂરી ના મળી. શ્રીકાંત પણ હાર માનીને બેસી જનાર લોકોમાં નહોતો. ઘણા મહીનાની લડત બાદ આખરે શ્રીકાંતને સાયન્સ ભણવાની મંજૂરી મળી ગઈ. ત્યારબાદ શ્રીકાંતે ફરીવાર પાછું વળીને ના જોયું. શ્રીકાંતે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકાની મેસૈચુસેટ્સ પ્રોદ્યોગિક સંસ્થાનમાં એડમિશન મળી ગયું.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શરૂ કરી કંપની
અમેરિકાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રીકાંતે હૈદરાબાદમાં કંપનીની શરૂઆત કરી. શ્રીકાંતે લોકોના ખાણીપીણીના સામાનના પેકિંગ માટે કન્ઝ્યુમર ફૂડ પેકેજિંગ કંપની બનાવી. આ કંપનીની શરૂઆત શ્રીકાંતે 8 લોકોની ટીમ સાથે કરી. તેણે આ કંપનીમાં સૌથી પહેલા આસપાસના બેરોજગાર લોકોને જોડ્યા. જેમાં શ્રીકાંતે બ્લાઈન્ડ લોકોને કામ આપ્યું. જ્યારે શ્રીકાંતની કંપની સારી ઝડપ પકડવા લાગી તો ફંડિગની મુશ્કેલી આવવાની શરૂ થઈ ગઈ. એવામાં શ્રીકાંત ફંડિગ કંપનીઓ અને ખાનગી બેંકો પાસેથી ફંડ એકઠું કરીને કામને આગળ વધાર્યું. શ્રીકાંતની કંપનીએ ફર્શથી અર્શ સુધીની મુસાફરી કરી. આજે શ્રીકાંતની કંપનીના તેલંગણા અને હૈદરાબાદમાં 7 પ્લાન્ટ છે, તેની કંપનીનું વાર્ષીક ટર્નઓવર 150 કરોડ સુધી પહોંચી ગયું છે.
પોતાની સફળતા પર શું કહે છે શ્રીકાંત
શ્રીકાંત કહે છે, ‘મને ક્લાસમાં પણ સૌથી પાછળ બેસાડવામાં આવતો હતો, એટલા માટે નહીં કે હું ક્લાસમાં સૌથી લાંબો હતો, પરંતુ એટલા માટે કારણ કે હું જોઈ નહોતો શકતો, ટીચરને લાગતું હતું કે, હું કંઈ કરી નહીં શકું, હું ત્યારે પણ કહેતો હતો, આજે પણ કહું છું હું બધુ જ કરી શકું છું.’ શ્રીકાંતે વધુમાં કહ્યું, ‘જો તમારે જિંદગીની જંગ જીતવી છે, તો સૌથી ખરાબ સમયમાં ધૈર્ય બનાવી રાખવાથી સફળતા જરૂર મળશે.’
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..